Homeતાપણુંમહારાષ્ટ્રના નવા ‘નાથ’: ફડણવીસ નહીં એકનાથ શિંદે બનશે મુખ્યમંત્રી

મહારાષ્ટ્રના નવા ‘નાથ’: ફડણવીસ નહીં એકનાથ શિંદે બનશે મુખ્યમંત્રી

Team Chabuk-Political Desk: શિવસેના સાથે બળવો કરનાર એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી હશે. રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મહત્વની જાહેરાત કરી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભાજપ એકનાથ શિંદેને સમર્થન આપશે. તેઓ જ રાજ્યના મુખ્યમંત્રી હશે. તેમને કહ્યું કે હિન્દુત્વના નામે ભાજપ શિંદેને સમર્થન આપશે. તેઓ જ રાજ્યના મુખ્યમંત્રી હશે. ફડણવીસે એમ પણ કહ્યું કે તેઓ નવી સરકારમાં નહીં હોય. એટલે કે મંત્રી પણ નહીં બને.

ફડણવીસે વધુમાં કહ્યું કે ઉદ્ધવજીએ રાજીનામું આપ્યું ત્યારે રાજ્યને એક વૈકલ્પિક સરકાર આપવાની જરૂર હતી. સરકાર પડ્યા બાદ વૈકલ્પિક સરકાર આવશે એવું મેં પહેલાં જ કહ્યું હતું. તેથી આજે શિવસેનાના એકનાથ શિંદે જૂથ, ભાજપ અને કેટલાંક નાના પક્ષોએ મળીને સરકાર બનાવવાનો નિર્ણય લીધો.

ભાજપે એવો નિર્ણય લીધો કે અમે એકનાથ શિંદેને સમર્થન આપીશું. આજે સાંજે 7.30 વાગ્યે એકનાથ શિંદે CM પદના શપથ લેશે. હું પોતે કેબિનેટથી બહાર રહીશ. શિદેને શિવસેનાનું સમર્થન છે, ભાજપ પણ તેમને સાથ આપશે.

એકનાથ શિંદેને મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરતાં જ શિંદે જૂથના ધારાસભ્યોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. આ ખુશીની સમાચાર સાંભળીને જ ગોવાની હોટલમાં રોકાયેલા ધારાસભ્યો નાચવા લાગ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments