Team Chabuk-Gujarat Desk: છોટાઉદેપુરના પાવી જેતપુરના ભીખાપુરામાં કન્ડક્ટર મહિલાની તેના કોન્સ્ટેબલ પતિએ જાહેરમાં હત્યા કરી નાખી. આરોપીએ ચપ્પાના ઉપરાછાપરી ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. મૃતક બસ-કંડકટર તરીકે નોકરી કરતી હતી અને તે પાવી જેતપુરથી ભીખાપુરા રૂટની બસમાં ફરજ બજાવતી હતી. એ દરમિયાન સુરત પોલીસમાં ફરજ બજાવતો તેનો પતિ હત્યાની તૈયારી સાથે ભીખાપુર આવી પહોંચ્યો હતો. ત્યારે બસ ભીખાપુર પહોંચતાં જ તે દોટ મૂકી બસમાં ચઢ્યો અને પત્ની કાંઈ વિચારે એ પહેલાં જ તેના પર ચપ્પાના ઘા મારવા લાગ્યો હતો.
આરોપીએ મહિલાને ગળાના ભાગે, પગમાં, પેટમાં તેમજ હાથની નસ કાપી નાખી હતી. વધુ લોહી વહી જવાના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હત્યાને અંજામ આપ્યા બાદ હત્યારો પતિ ભાગવા જતાં લોકોએ પકડી પાડ્યો હતો. અને પોલીસને સોંપી દીધો હતો.

પાવી જેતપુરમાં કંડા ગામની મંગીબેન રાઠવા બસ-કંડકટર તરીકે નોકરી કરતી હતી અને તેનો પતિ અમૃત રાઠવા પોલીસમાં સુરત ખાતે નોકરી કરે છે. આજ રોજ મંગીબેન નોકરી ફરજ પર હતાં, ત્યારે બપોરના સમયે પાવી જેતપુરથી ભીખાપુરા જતી બસ ભીખાપુરા ખાતે પહોંચી હતી. ત્યારે ચોકડી પર પહેલેથી જ રાહ જોઈ રહેલા પતિએ બસના પેસેન્જર ઊતરી જતાં દોડીને બસમાં ચઢી ગયો હતો.
બસના મુસાફરો દ્વારા જાણ કરાતાં કદવાલ પોલીસ ઘટનાસ્થળ પર તાત્કાલિક દોડી આવી હતી. એ બાદ પોલીસે હત્યારા પતિની અટકાયત કરી હતી. ત્યાર બાદ પોલીસે મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે બસ-ડ્રાઈવરે કહ્યું કે, પાવી જેતપુરથી ભીખાપુર માટે બસ રવાના થઈ હતી. ભીખાપુર પહોંચતાં જ બસ સ્ટેન્ડ આગળ બસ ઊભી રાખી હતી. એ દરમિયાન મારું ધ્યાન આગળ હતું. ત્યારે મેં પાછળ વળીને જોયું તો કંડક્ટરને સીટ પર જ ચપ્પુના ઘા માર્યા હતા. ડ્રાઇવર સીટ પરથી ઊતરીને પાછળ આવતાં મને વાર લાગી હતું. જ્યારે મેં પછી ઊતરીને જોયું તો કંડક્ટર લોહીલુહાણ હતાં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
