Team Chabuk-Gujarat Desk: અમદાવાદના વસ્ત્રાલમાં રહેતી અસ્થિર મગજની કિશોરીનું પેટ એકાએક બહાર આવતા આસપાસના લોકોને શંકા ગઈ હતી. જે બાદ તેમણે અભયમ અને પોલીસની મદદ લીધી હતી. જેમાં આ કિશોરી ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપ છે કે, આ કિશોરીને 72 વર્ષનો વૃદ્ધ 100 રૂપિયા આપીને ખેતરમાં મજૂરી માટે લઈ ગયો હતો. જ્યાં વૃદ્ધે કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. વૃદ્ધે એક-બે નહીં પરંતુ 3-3 વખત કિશોરીના શરીરને પિંખ્યું હતું. વૃદ્ધના પાપે જ કિશોરી ગર્ભવતી બની હોવાનો દાવો છે.
મળતી માહિતી મુજબ વસ્ત્રાલમાં 17 વર્ષની કિશોરી માતા-પિતા અને ભાઈ સાથે રહે છે. આ કિશોરીના પિતા દારૂ પીવાની ટેવ વાળો છે જ્યારે માતા અને ભાઈ પણ અસ્થિર મગજના છે. સામાન્ય રીતે આ પરિવારના સભ્યો ઘરની બહાર નીકળતા ન હતા પરંતુ 2-3 દિવસથી કિશોરી બહાર નીકળતી હતી. કિશોરીનું પેટ બહાર દેખાતા આજુબાજુની સ્થાનિક મહિલાઓને શંકા ગઈ હતી.
મંગળવારે સ્થાનિકોએ 181 પર ફોન કરીને અભયમની ટીમને બોલાવી હતી. ટીમે આવીને આ કિશોરીની પૂછપરછ કરતા 72 વર્ષના વૃદ્ધ તેને ખેતરમાં મજૂરી કામ કરવા માટે લઈ જતા હતા. જ્યાં વૃદ્ધ કિશોરીને રૂ.100 આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જો કે, બીજી બે વખત પણ વૃદ્ધે આ કિશોરી સાથે દુષ્કર્મ કરતા તે ગર્ભવતી બની હતી. કિશોરી અને તેની માતાની આ વાત સાંભળીને અભયમની ટીમ તે બંનેને રામોલ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં પોલીસે વૃદ્ધ સામે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી હતી.
બીજી તરફ દાવો એવો પણ છે કે, વૃદ્ધ અને તેના પુત્રોએ ગુનો છુપાવવા માટે તેમજ વાત આગળ ન વધે તે હેતુંથી ભોગ બનેલી અસ્થિર મગજની કિશોરીના પરિવારના સભ્યોને ધાકધમકી આપી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમને આશંકા છે કે, કિશોરી ગર્ભવતી થઇ હોવાની જાણ થતા વૃધ્ધ અને તેના દીકરાઓ આ કિશોરી અને તેના પરિવારના સભ્યોને 2 દિવસથી ધમકાવવા માટે તેની ઓરડી ઉપર જતા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત