Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ગીરગઢડા તાલુકામાં હીટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત થયું છે. અજાણ્યા વાહનચાલકે બાઈકને અડફેટે લેતા સારવાર દરમિયાન બાઈકચાલકનું મોત થયું છે જેને લઈને મૃતકના પરિવરમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
ઉનાના મોટા સમઢીયાળા ગામે રહેતો યુવાન ગીરગઢડા તરફથી પોતાના બાઈક ઉપર પરત ઘરે આવી રહ્યો હતો. ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઈકને પાછળથી અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક યુવકનું મોત થયું છે.
મળતી માહિતી મુજબ મોટા સમઢીયાળામાં રહેતા ધનજી જાદવ ઝાલાવાડિયા, કે જે ગીરગઢડા ખાતે કૌટુંબિક લગ્ન પ્રસંગે ગયો હતો. ત્યાંથી પરત પોતાના ઘરે બાઈક પર આવતો હતો. ત્યારે ઈટવાયા-ખીલાવડ રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી હતી. જેમા બાઇક સવાર ધનજી રસ્તાની સાઈડમાં પટકાતા શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. અજાણ્યો વાહન ચાલક અક્સ્માત સર્જી નાશી છૂટ્યો હતો.

બનાવની જાણ થતાં જ આજુબાજુના વાડી વિસ્તારમાં રહેતા લોકોને અકસ્માતનો અવાજ આવતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ઈમરજન્સી 108ને જાણ કરતા યુવકને એમ્બ્યુલન્સ મારફતે ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પરંતું સારવાર મળે તે પહેલા યુવકનું મોત નિપજ્યું હતુ.
ઉના સરકારી હોસ્પિટલના તબીબે મૃત જાહેર કર્યો હતો અને આ અંગેની જાણ તેના પરિવારજનોને થતા હોસ્પિટલે દોડી ગયા હતા. આ અકસ્માતમાં યુવાનનું મોત નિપજતા પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હતો. આ બાબતે મૃતકનાં ભાઇએ ગીરગઢડા પોલીસમાં અજાણ્યાં વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે અજાણ્યાં વાહન ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત