Team Chabuk-Gujarat Desk: જામનગર એસઓજી પોલીસે પટેલ કોલોની વિસ્તારમાંથી ખંભાળીયાના ભાવેશગીરી અરવિંદગીરી ગોસ્વામી નામના શખ્સને પ્રતિબંધિત એમ્બ્રગ્રી” વ્હેલ માછલીની ઉલટી” સાથે ઝડપ્યો છે. ‘વ્હેલ માછલીની ઉલટી’ની કિંમત આશરે 1 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. ભારતીય સંદર્ભમાં, વ્હેલ એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમની અનુસૂચિ 2 હેઠળ એક સંરક્ષિત પ્રજાતિ છે અને એમ્બરગ્રીસ અને તેની આડપેદાશો સહિત તેની કોઈપણ ઉપ-ઉત્પાદનોનો કબજો અથવા વેપાર, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 ની જોગવાઈઓ હેઠળ ગેરકાયદેસર છે.માનવામાં આવીર રહ્યું છે કે, એમ્બરગ્રીસની દાણચોરી કરતી ટોળકી તેને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મેળવે છે અને વિવિધ દેશોમાં મોકલે છે. જેના બદલામાં તેમને અધધધ રૂપિયા મળે છે.
એસઓજીએ ભાવેશગીરી સામે ફરિયાદ નોંધી છે અને સમગ્ર રેકેટના મૂળ સુધી પહોચવા કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, જામનગર પોલીસના ઈતિહાસમાં પ્રથમ વખત એમ્બરગ્રીસના જથ્થાને કબજે લેવાયું છે. હાલ તેને પરિક્ષણ માટે લેબમાં મોકલાયું છે.
આ સ્પર્મ વ્હેલની આંતરડીમાંથી નીકળનારા સ્લેટી ટલે કે કાળા રંગનો એક જ્વલનશીલ પદાર્થ હોય છે. એ વ્હેલના શરીરની અંદર તેની સુરક્ષા માટે પેદા થાય છે. જેથી તેના આંતરડાને સ્કિવ્ડની ધારદાર ચાંચથી બચાવી શકાય. એમ્બરગ્રીસને ઘણા વૈજ્ઞાનિકો વ્હેલની ઉલટી તરીકે જણાવે છે. તો ઘણા તેને વ્હેલનું મળ પણ કહે છે. ઘણી વખત આ પદાર્થ રેક્ટમ દ્વારા બહાર આવે છે. જોકે ઘણી વખત આ પદાર્થનું કદ મોટું હોવાના કારણે વ્હેલ તેને ઉલટી મારફતે બહાર કાઢી નાખે છે.
વ્હેલની અંદરથી નીકળનારા આ પદાર્થની સુગંધ ધ્રાણેન્દ્રિયોને હચમચાવી નાખે છે. સુકાયા પછી તેમાંથી સ્વીટ અને ફંકી પ્રકારની સુગંધ આવે છે. એમ્બ્રીન મોલેક્યૂલના ચાલતા એ ઘણા લાંબા સમય સુધી ચાલે છે. આ જ કારણ છે કે એમ્બરગ્રીસનો ઉપયોગ મોંઘા પરફ્યૂમ માટે થાય છે. જેની વિશ્વમાં ખૂબ જ માગ રહેલી છે.એવા અહેવાલો પણ છે કે તેને કામોત્તેજક માનવામાં આવે છે અને તેનો ઉપયોગ કેટલીક દવાઓમાં થાય છે.
પુણેમાં વન વિભાગના અધિકારી કે જેઓ ઓગસ્ટમાં એમ્બરગ્રીસની જપ્તીની તપાસનો ભાગ હતા તેમણે જણાવ્યું હતું કે, લગભગ 40 દેશોમાં એમ્બરગ્રીસના વેપાર અને વેચાણ પર પ્રતિબંધ છે. એવું પણ માનવામાં આવે છે કે એમ્બરગ્રીસ માટેનું મુખ્ય બજાર મધ્ય પૂર્વીય દેશોમાં છે, યુરોપિયન અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો હોવાનુ મનાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત