Team Chabuk-International Desk: રશિયન સૈન્યએ યુક્રેનની રાજધાની કીવ અને બાકીના મોટા શહેરો પર કબ્જો જમાવવા માટે વિસ્ફોટ કરવાની સંખ્યામાં વધારો કરી દીધો છે. ત્રણ શહેર માઈકોલેવ, ખારકીવ અને રિવેન પર સોમવારે હવાઈ હુમલો પણ કરવામાં આવ્યો હતો. ઉત્તરી શહેર ચેર્નિહીવ પર પણ મોડી રાત સુધી હુમલાઓ થયા હતા. બીજી તરફ બંને દેશો વચ્ચે ચર્ચાની ચોથી મુલાકાત પણ પૂર્ણ થઈ છે અને કોઈ નિવેડો નથી આવ્યો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેસ્કીના સલાહકાર મિખાઈલો પોદોલ્યાકે વીડિયો લિન્ક દ્વારા ચર્ચાની તસવીર ટ્વીટ કરી હતી.
તેમણે કહ્યું કે યુક્રેનમાં શાંતિ, યુદ્ધવિરામ રશિયન સૈન્યની તત્કાલ વાપસીનું પરિણામ તુરંત જ સાર્વજનિક કરવામાં આવશે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે કીવના બહારના વિસ્તારોમાં પણ બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સૈન્યએ કિવના ઉપનગરો પર તોપખાનાથી વિસ્ફોટ કર્યાં હતા. યુક્રેનની સૌથી મોટી વિમાન નિર્માણ ફેક્ટરી પર હવાઈ હુમલામાં બે લોકોના મૃત્યુ થયા છે. જ્યારે સાત લોકો ઘાયલ થયા છે. એન્ટોનોવ સ્થિત આ ફેક્ટરીમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ વિમાનો તૈયાર કરવામાં આવે છે.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના ઓફિસર અને નેશનલ ગાર્ડના પ્રમુખ વિક્ટર જોલોતોવે પહેલી વખત સ્વીકાર કર્યો છે કે યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી એટલી ત્વરિત ગતિથી નથી થઈ શકી જેટલું અનુમાન કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ત્યાંના સૈનિકો નાગરિકોની પાછળ સંતાઈને હુમલા કરી રહ્યા છે. જેનાથી રશિયન સૈન્યનું અભિયાન ધીમું થઈ રહ્યું છે.
યુક્રેને દાવો કર્યો છે કે મેરિયુપોલમાં અત્યાર સુધી 2500થી વધારે નાગરિકોની મોત થઈ ચૂકી છે. સંયુક્ત રાષ્ટ્રએ આપેલા આંકડા અનુસાર યુદ્ધમાં 596 નાગરિકોના મોત થઈ ચૂક્યા છે. રશિયન સૈન્યએ દાવો કર્યો છે કે તેની સેના મેરિયુપોલના ઉત્તરમાં પાંચ અન્ય શહેરો તરફ આગળ વધી ચૂકી છે. જ્યારે યુક્રેનના બેલેસ્ટિક મિસાઈલના પ્રહારથી દોનેસ્કમાં વીસ નાગરિકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.
હુમલા પહેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશમાં સોશિયલ મીડિયા મંચ તથા અન્ય એપ્લિકેશનની પહોંચને સિમિત કરવાનું કામ શરુ કરી દીધું છે અને હવે લોકોના અવાજને દબાવવા માટેની અન્ય કામગીરી પણ ઝડપથી કરવામાં આવી રહી છે. પશ્ચિમી દેશોની સોશિયલ મીડિયા કંપનીઓએ રશિયામાંથી પોતાના બોરિયા બિસ્તરા બાંધતા હવે પુતિનનું કામ વધારે સરળ થઈ ચૂક્યું છે. રશિયામાં યુદ્ધનો વિરોધ કરી રહેલા લોકોનો અવાજ આ કારણે દબાઈ ચૂક્યો છે. રશિયાના ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ આંદ્રેઈ સોલાતોવે કહ્યું હતું કે પશ્ચિમી રાષ્ટ્રો દ્વારા પોતાની કંપનીઓને પરત બોલાવી લેવામાં આવી તેનો લાભ પુતિનને સૌથી વધારે થયો છે.
સોલાતોવે સેન્સરશિપનો પર્દાફાશ કરવા માટે કામ કર્યું છે અને હવે તેમને ડર છે કે યુક્રેનની સહાયતા માટે ઉઠાવવામાં આવી રહેલું પગલું પુતિનને રશિયનોને માહિતીથી અળગા રાખવા અને ક્રેમલિનને તેની નીતિઓનો પ્રચાર કરવા માટે મદદ કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
