Team Chabuk-Gujarat Desk: ભરૂચના અંકલેશ્વરમાં ખૂબ જ ગંભીર અકસ્માતની ઘટના બની છે. વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર ઘટના બની હતી. બે ટ્રકની વચ્ચે કાર પડીકુ થઈ ગઈ હતી. આ અકસ્માત ખૂબ ભયાનક છે. આ અકસ્માતમાં કારમાં ફસાયેલા મૃતદેહ કાઢવા 3 ક્રેન અને એક ટેમ્પાની મદદ લેવાઈ હતી. પોલીસે કારને પોસ્ટમોર્ટમ રૂમ પાસે ખસેડી કટરથી કાપીને અંદર રહેલા લોકોને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. DPMC ના ફાયર ફાઈટરોએ બે કલાકની જહેમત બાદ કારમાંથી મૃતદેહ કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર બપોરના સમયે દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી સુરત તરફ જઈ રહેલ કાર અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમ્યાન બે ટ્રકની વચ્ચે કાર આવી જતાં વિચલિત કરી દેનારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર પડીકું વળી ગઈ હતી. આગળ ચાલતી ટ્રકે બ્રેક લગાવતાં કાર ચાલકે પણ તેની ગતિ ધીમી કરી હતી, જો કે પાછળથી ટાઇલ્સ ભરીને આવી રહેલ ટ્રક કાર સાથે ભટકાઈ હતી. કાર બે ટ્રક વચ્ચે જાણે સેન્ડવીચ બની ગઈ હતી.

દુર્ઘટના સમયે કારમાં સવાર માત્ર એક વ્યક્તિનો હાથ જ દેખાતો હતો. જોકે કારમાં અન્ય કેટલા લોકો સવાર છે તેની પણ પુષ્ટિ કરી શકાય ન હતી. અકસ્માતના પગલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવી હતી. 3 ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. પડીકું વળી ગયેલી કાર અને તેમાં સવાર વ્યક્તિના મૃતદેહ કાઢવા ક્રેનથી કારને ટેમ્પામાં ચઢાવી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ગેસ કટરથી કારને કાપીને અંદર રહેલા વ્યક્તિઓને બહાર કાઢવાની કવાયાત હાથ ધરવામાં આવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત