Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર છે. રાજ્યના દરેક શહેરોમાં ખૂબ જ સરળતાથી દારુ મળી આવે છે. ત્યારે રાજકોટમાં દારુબંધીના ધજાગરા ઉડ્યા છે. અહીં લગ્ન પ્રસંગમાં દારુની બોટલ લઈને લોકો ડાન્સ કરતા હોય તેવી વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતા રાજકોટ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
લગ્નમાં દારૂ પીરસાયો હોવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. તિરંગા ફિલ્મના ગીત પર જાનૈયાઓ દારૂની બોટલ સાથે ઝૂમતા નજરે પડ્યા છે. પીલે પીલે ઓ મેરે રાજા ગીત પર દારૂની બોટલ સાથે જાનૈયાઓ ઝૂમતા નજરે પડ્યા હતા. કથિત દારૂ પાર્ટીના વિડીયોને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.
હાલમાં આ વીડિયો વાઇરલ થતા ખળભળાટ મચ્યો છે. તિરંગા ફિલ્મના ગીત પર જાનૈયાઓ દારૂની બોટલ સાથે ડાન્સ કરતાં જોવા મળ્યા છે. પીલે પીલે ઓ મેરે રાજા ગીતની કડી પર પણ લોકો દારૂની બોટલ સાથે નાચ-ગાન કરી રહ્યા છે. કથિત દારૂ પાર્ટીના વિડીયોને લઈ હાલમાં તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. એક વીડિયોમાં વરરાજાને બંદૂક આપવામાં આવતી હોય તેવા દ્રશ્યો પણ કેદ થયા છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા