Team Chabuk-Gujarat Desk: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા વડોદરામાં શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આગાઉ જે સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું તે પ્લોટ માલિક દ્વારા રદ કરવામાં આવ્યું હતું. આવી જ રીતે 12 સ્થળો પર પરવાનગીઓ એક પછી એક પછી એક રદ કરવામાં આવતા આમ આદમી પાર્ટી પણ મુશ્કેલીમાં મુકાઈ હતી દરમિયાન સમા કેનાલ રોડ પર આવેલા પ્રીત પાર્ટી પ્લોટ દ્વારા પરવાનગી આપી સંવાદ કરવા દીધો હતો. હવે આ જ હોલ પર વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ આજે પ્લોટનું દબાણ તોડવા પહોંચી હતી, જેનો આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
આ પહેલા આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યા હતા કે ભાજપ હોલના માલિકોને ફોન કરી ધમકી આપે છે જેથી હોલના બુકિંગ કેન્સલ કરવામાં આવે છે. બાદમાં એક હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીએ કહ્યું આ બદલાની રાજનીતિ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અહીં વડોદરામાં શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કર્યો હતો. આગાઉ જે સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું તે પ્લોટ માલિક દ્વારા રદ કરવામાં આવ્યું હતું. આવી જ રીતે 12 સ્થળો પર પરવાનગીઓ એક પછી એક પછી એક રદ કરવામાં આવતા આમ આદમી પાર્ટી પણ મુશ્કેલીમાં મુકાઈ હતી દરમિયાન સમા કેનાલ રોડ પર આવેલા પ્રીત પાર્ટી પ્લોટ દ્વારા પરવાનગી આપી સંવાદ કરવા દીધો હતો.
આજે પાર્ટી પ્લોટ પર પાલિકાની દબાણ શાખાની ટીમ દબાણો તોડવા આવી પહોંચી હતી. જેને લઈ પાર્ટી પ્લોટના માલિક નવનીત કાકાએ પાલિકાની કામગીરીને વખોડી હતી. તેમણે કહ્યું કે, આગાઉ ભાજપના કાર્યક્રમ માટે મફત તેમનો પાર્ટી પ્લોટ આપ્યો ત્યારે કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી અને આ વખતે આમ આદમી પાર્ટીના કેજરીવાલને સંવાદ માટે પ્લોટ આપ્યો અને સ્થાનિક રાજકારણીની ધમકી બાદ પ્લોટ પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તો બીજી તરફ આમ આદમી ના કાર્યકરો એક્શનમાં આવી ગયા હતા અને પાર્ટી પ્લોટ પાસે મુકેલા બુલડોઝરની આગળ બેસી ગયા હતા અને કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. બીજી તરફ પ્લોટ માલિકના પુત્રએ જણાવ્યું હતું કે દબાણો તોડવા અંગે તેમને કોઈ પણ પ્રકાર ની નોટિસ આપવામાં આવી નથી અને અચાનક પાર્ટી પ્લોટના દબાણો તોડવા પાલિકાની ટીમ અને પોલીસ આવી પહોંચ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત