Homeગુર્જર નગરીસૌરાષ્ટ્રનો પ્રથમ કિસ્સોઃ જૂનાગઢનો 15 વર્ષીય ફેનિલ કમળાના કારણે બ્રેન ડેડ થયો,...

સૌરાષ્ટ્રનો પ્રથમ કિસ્સોઃ જૂનાગઢનો 15 વર્ષીય ફેનિલ કમળાના કારણે બ્રેન ડેડ થયો, ખેડૂત પિતાએ કર્યું આ સરાહનીય કામ

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં રોટરી સ્કીન બેંકને બ્રેઇન ડેડ જૂનાગઢના 15 વર્ષીય સગીરની આંખો અને સ્કિનનું દાન મળ્યું. સૌરાષ્ટ્રમાં 15 વર્ષના બાળકના સ્કીનદાનનો આ પ્રથમ કિસ્સો છે. મળતી માહિતી મુજબ જૂનાગઢનાં ફેનિલ અશોક રાજપરા(ઉ.વ.15) ધો. માં અભ્યાસ કરતો હતો એ સમયે કમળાની બીમારીના કારણોસર તેનું બ્રેઇન ડેડ થયું હતું.

પિતા અશોકભાઇ ખેતીવાડીનો વ્યવસાય કરે છે. પોતાના વ્હાલસોયા દીકરાનું કમળાની બીમારીમાં બ્રેઇન ડેડ થતાં અંગદાન કરવા ઇચ્છતાં હતા, પરંતુ કમળાને કારણે કિડની અને લીવર ફેલ થતાં એ શક્ય થઈ શકે તેમ નહોતું. જો કે, ફેનિલના પિતા હાર્યા નહીં, અને તેમણે પુત્રની સ્કિનનું દાન કરવાનો નિર્ણય કર્યો. રાજકોટની રોટરી સ્કિન બેંકના ડો.અરુણભાઈ તેમજ ડો.મનોજભાઈ દ્વારા ફેનિલની સ્કિન અને આંખોનું દાન લેવાયું હતું.

ઉલ્લેખનીય છે કે રાજકોટની રોટરી સ્કિન બેંક દેશની 18મી સ્કિન બેંક છે. ડેડબોડીમાંથી સ્કિન લીધા પછી સ્કિન બેંકના ફ્રિઝમાં માઇનસ 80 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવે છે. સ્કિન લીધાના 5 વર્ષ સુધી તેને ઉપયોગમાં લઇ શકાશે. દાઝી ગયેલા દર્દીઓ માટે સ્કિન બેંક આશીર્વાદ સમાન સાબિત થશે. કારણ કે આવા દર્દીઓને ડ્રેસિંગ અને દર્દમાંથી મુક્તિ મળશે. જેઓ દાઝી ગયા છે તેને એક બાયોલોજીકલ ડ્રેસિંગના રૂપે આ સ્કિન લગાડવામાં આવે છે. આ સ્કિન લગાડવાથી તાત્કાલિક હીલિંગ થાય છે અને દાઝી ગયેલા ભાગ પર અન્ય કોઈ ઇન્ફેક્શન થતું નથી. આ સ્કિન લગાડ્યા બાદ દર્દીની પોતાની નવી ચામડી આવતા થોડો સમય લાગે છે અને જ્યારે તે આવી જાય છે ત્યારે આ સ્કિન નીકળવા લાગે છે. જેઓને ડાયાબિટીસના કારણે ગેંગરીન થયું છે તેના માટે પણ સ્કિન ગ્રાફ્ટિંગ ઉપયોગી બને છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments