Homeગુર્જર નગરીરાજકોટઃ આટકોટમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, કાર ચાલકનું મોત, ચાલકને બહાર...

રાજકોટઃ આટકોટમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, કાર ચાલકનું મોત, ચાલકને બહાર કાઢવા ક્રેન બોલાવવી પડી, કારમાંથી દારૂની 60 બોટલ મળી

Team Chabuk-Gujarat Desk: રાજકોટના જસદણના આટકોટ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતત સર્જાયો જેમાં કાર ચાલકનું મોત થયું. ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, કાર પડીકુ વળી ગઈ હતી. તો કારમાં ગંભીર ફસાયેલા ચાલકને કાઢવા માટે પણ ક્રેનની મદદ લેવી પડી હતી.

બીજી તરફ બનાવની જાણ થતાં જ આટકોટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તપાસ કરતાં કારમાંથી 60 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે કારના માલિક હસમુખ નારાયણ સાકોરિયા નામના શખ્સ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

સમગ્ર ઘટનાથી વાત કરીએ તો, આટકોટના ગોંડલ હાઈવે પર ખારચિયા અને દડવા ગામ વચ્ચે ગોંડલથી આટકોટ બાજુ આવતી ટ્રક નં. GJ-14-X- 6765 અને કાર નં. GJ-13- CC-3360 ધડાકાભેર અથડાઇ હતી. દુર્ઘટનામાં કારનો આગળના ભાગના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. અને આગળનો ભાગ ભેગો થઈ ગયો હતો. જેને લઈને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કાર ચાલકને બહાર કાઢવા ક્રેઈન બોલાવવી પડી હતી.

તો લોકોએ 108ને જાણ કરતાં સાણથલી ગામની 108ના પાયલોટ સંજય સામટ અને ઈએમટી મેહુલ બિહોરા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108 મારફત ઈજાગ્રસ્તને જસદણની હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ અહીં ટૂંકી સારવાર બાદ તેનું નિધન થયું હતું. મૃતક વીંછિયાના અમરાપુર ગામનો રહેવાસી હતો.

અકસ્માતમાં કારમાં રહેલી વિદેશી દારૂની પેટીઓ બહાર આવી જતાં કેટલાક શખસો તો બોટલ લેવા ઊમટી પડ્યા હતા. દારૂની બોટલ લઈ આ શખસો ભાગી ગયા હતા. જોકે બાદમાં પોલીસ આવી ગઈ હતી અને તેમણે માત્ર 60 બોટલ દારૂની જપ્ત કરી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે 1,72,000નો મુદ્દામાલ જપ્કત કર્યો હતો. આ દારૂની બોટલ લઇ મૃતક હરેશ ક્યાં જતો હતો, કોની પાસેથી દારૂનો જથ્થો લીધો એ દિશામાં તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments