Homeગામનાં ચોરે"પોર્ન જોતો હતો. મમ્મી ના પાડતી હતી ?" વાંચો PUBG માટે માતાની...

“પોર્ન જોતો હતો. મમ્મી ના પાડતી હતી ?” વાંચો PUBG માટે માતાની હત્યા કરનારા સગીર અને પોલીસ વચ્ચેની વાતચીત

Team Chabuk-National Desk: ઉત્તરપ્રદેશના લખનઉમાં બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર દેશના લોકોને ચોંકાવ્યા છે.  એક તબક્કે તો લોકોને ભરોસો ન થયો કે 16 વર્ષનો સગીર આવી રીતે ઠંડા કલેજે માતાની હત્યા કરી શકે. જો કે, પોલીસે કહ્યું કે સત્ય આ જ છે. પોલીસે કહ્યું કે, PUBG  રમવાની ના પાડતા દીકરાએ જ્યારે માતા સુઈ રહી હતી ત્યારે તેને ઉંઘમાં જ ગોળી મારી દીધી. એટલું જ નહીં માની હત્યા બાદ તે જ ઘરમાં પાર્ટી કરતો રહ્યો.

દીકરાએ પોતાના પિતાની લાયસન્સવાળી બંદૂકથી માતાની હત્યા કરી નાખી. હત્યા બાદ કોઈ જ ચિંતા વગર ત્રણ દિવસ સુધી પાર્ટી કરતો રહ્યો. આ દરમિયાન તેણે પોતાની બહેનને પણ ધમકાવી અને ચુપ રહેવા કહ્યું. એટલું જ નહીં પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમ્યો અને તેજ ઘરમાં પાર્ટી કરી જ્યાં મૃતદેહ પડ્યો હતો. મૃતદેહની દુર્ગંધ છુપાવવા માટે રૂમફ્રેશનર છાંટતો રહ્યો.

આરોપી દીકરો અને મૃતક માતા

પોલીસના સવાલ અને આરોપીના જવાબ

સવાલ-તે આવું શા માટે કર્યું ?
આરોપીએ કોઈ જવાબ ન આપ્યો

સવાલઃ ફરી પોલીસે પૂછ્યું, શા માટે આવું કર્યું ?
જવાબઃ મમ્મી રોક-ટોક બહુ કરતી હતી. ગેમ ન હતી રમવા દેતી.

સવાલઃ ગોલી કેવી રીતે મારી ?
જવાબઃ રાત્રે સુતી વખતે. જ્યારે મમ્મી સુઈ ગઈ તો પાપાની પિસ્ટલથી ગોળી મારી

સવાલઃ ડર ન લાગ્યો કે પોલીસ પકડી લેશે ?
જવાબઃ નહીં

સવાલઃ બહેનને શું કહ્યું ?
જવાબઃ મમ્મી વિશે તે કોઈને કહ્યું તો તને પણ મારી નાખીશ, તુ ચુપ રહેજે.

સવાલઃ ફોનમાં કઈ ગેમ રમતો હતો ?
જવાબ:  ઓનલાઈન ગેમ. PUBG,  ફાઈટર ઈન્સ્ટાગ્રામ પર રહેતો હતો. સારું લાગતુ હતું. મમ્મી રોકતી હતી. બહું ગુસ્સો આવતો હતો.

સવાલઃ પાપા મારતા હોત તો તેને પણ ગોળી મારી દેત ?
જવાબઃ એ ત્યારે જોયું જાત. શું કરતો અત્યારે શું કહેવું.

સવાલઃ તને જેલ થઈ જાશે એવું ન હતુ વિચાર્યું ?
જવાબઃ નહીં એટલું નહતું વિચાર્યું

સવાલઃ મિત્રો સાથે પાર્ટી કેમ કરી ?
જવાબઃ રાત્રે ડરી ગયો હતો અને લાંબા સમયથી મિત્રો સાથે મુવી ન હતી જોઈ. તેઓ મને કહી રહ્યા હતા.  ત્યારે મે કહ્યું કે ચાલો ઘરે.

સવાલઃ બહેનને જમવાનું ક્યાંથી લાવી આપતો ?
જવાબઃ સ્કૂટી લઈને બહાર જતો હતો અને જમવાનું લઈ આવતો હતો. જે મન હોય એ જ જમવાનું લાવતો હતો.

સવાલઃ ઘરમાં જમવાનું બનાવ્યું ?
જવાબઃ હા બનાવ્યું. જે બહેનને પસંદ હતું એ જ બનાવી દેતો હતો.

સવાલઃ હવે મા તો નથી દુઃખ નથી તને ?
જવાબઃ ના. દુઃખ નથી.

સવાલઃ ઘરે ફોન આવતો તો શું કહેતો ?
જવાબઃ મમ્મીનો ફોન મારી પાસે હતો. હું મારા ફોનમાંથી કહેતો મમ્મી દાદીને જોવા ગઈ છે. આવશે ત્યારે ફોન કરાવીશ.

સવાલઃ પિતાનો ફોન કેમ ન ઉઠાવ્યો ?
જવાબઃ ઉઠાવ્યો હતો.જ્યારે જોયું કે વધુ ફોન આવી રહ્યા છે ત્યારે કહ્યું કે, આવું થઈ ગયું છે.

સવાલઃ મોબાઈલમાં પોર્ન જોતો હતો. મમ્મી મનાઈ કરતી હતી ?
જવાબઃ મારા મિત્રો જોતા હતા, તેમને કોઈ નહતું કહેતું.

સવાલઃ  કહાની કેમ બનાવી ?
જવાબઃ લાગ્યું હતું કોઈને ખબર નહીં પડે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments