Homeગુર્જર નગરીસુરત: પત્નીએ મરતા પહેલાં હાથ પર લખ્યું, "પતિ મુજે પરેશાન કરતા હૈ"

સુરત: પત્નીએ મરતા પહેલાં હાથ પર લખ્યું, “પતિ મુજે પરેશાન કરતા હૈ”

Team Chabuk- Gujarat Desk: સુરતના લિંબાયત પરવત ગામ વિસ્તારમાં પતિના ત્રાસને કારણે પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. આપઘાત પહેલાં પત્નીએ પોતાના હાથ પર જ સુસાઈડ નોટ લખી. ડાબા હાથ પર હિન્દીમાં લખ્યું “પતિ મુજે પરેશાન કરતા હૈ”. બીજી તરફ મહિલાની આત્મહત્યાથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. મહિલાના પરિવારજનોએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ સુરતના લિંબાયત પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા પર્વત ગામમાં એક પતિ-પત્નીનો ઘરકંકાસ મોતનું કારણ બન્યું. મહિલાને તેનો પતિ અવારનવાર ત્રાસ આપતો હોવાથી આખરે કંટાળીને પત્નીએ મોત વ્હાલું કરી લીધુ.

2014માં મૂળ ઝારખંડની વતની સીતાબેનના લગ્ન તેના વતન નજીક આવેલા ડોરડા ગામ ખાતે રહેતા પ્રવીણ છોટીનાથ ગોસ્વામી સાથે થયા હતા. લગ્ન બાદ દંપતી સુરત રહેવા આવી ગયું હતું. હાલમાં આ દંપતી પરવત ગામ સ્થિત ગીતાનગર ખાતે રહેતું હતું. લગ્નગાળા દરમિયાન દંપતીને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પતિ પ્રવીણ ગોસ્વામી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

આરોપ છે કે, વર્ષ 2014માં લગ્ન થયાનાં 3 વર્ષ બાદ પ્રવીણ ગોસ્વામીએ તેની પત્નીને અવારનવાર મહેણાંટોણાં મારવાનું શરુ કર્યું હતું. તું દહેજમાં કશું લાવી નથી, એમ કહી હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું તેમજ વર્ષ 2018માં પતિએ પત્નીને ત્રાસ આપતાં તેનો ભાઈ અને માતા ખબરઅંતર પૂછવા સુરત આવ્યાં હતાં, જેમાં પતિએ પત્ની સાથે ઝઘડો કરી ‘તું તારા ભાઈ તેમજ માને કેમ અહીં બોલાવે છે,’ એમ કહી તેના ભાઈ સાથે મારામારી કરી હતી.

પતિ તેની પત્નીને ઘરની બહાર નીકળવા દેતો નહોતો અને કોઈની સાથે વાતચીત પણ કરવા દેતો નહોતો. તેને મોબાઈલ ફોન પણ રાખવા દેતો નહોતો. વર્ષ 2022માં પરિણીતા પતિના ત્રાસના કારણે બાળકોને લઈને વતનમાં તેના પિતાના ઘરે પણ જતી રહી હતી. ત્યાં એકાદ મહિનો રોકાઈ હતી. પતિના વારંવારના આ પ્રકારના વર્તન અને ત્રાસને કારણે આખરે પત્ની કંટાળી ગઈ હતી. પતિ પ્રવીણ તેની પત્ની સામે વહેમ રાખી મારઝૂડ પણ કરતો હતો. ઉપરાંત શારીરિક-માનસિક ત્રાસ આપતો જ રહ્યો હતો. એને લઇ આખરે કંટાળીને પરિણીતાએ ગત 24 જાન્યુઆરીના રોજ ઘરે જ ગળે ફાંસો ખાઈ લીધો.

પત્ની સીતા દ્વારા આપઘાત કર્યા પહેલાં હિન્દી ભાષામાં હાથ પર સુસાઇડ નોટ લખી દીધી હતી. પત્નીએ હાથ પર લખ્યું હતું કે ‘મુજે મેરા પતિ બહોત પરેશાન કરતા હૈ. મેરી કોઈ ગલતી નહીં હૈ. મૈં જીના ચાહતી હૂં. ઇતની પરેશાની મેં કેસે જીઉંગી. મેરા પતિ મુજે બદનામ કરતા હૈ. ગંદી ગંદી ગાલી, રોજ મારના પીટના નહીં સહ પા રહી હૂં. મેરા પતિ ગલત હૈ. મુજે બરબાદ કરના ચાહતા હૈ. મેરા જમાઈ ઔર સસુરજી કી કોઈ ગલતી નહીં હૈ. મેં થક ગઈ હૂં.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments