Team Chabuk-Gujarat Desk: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટના મામલે આખરે મોરબી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. અને મળતી માહિતી પ્રમાણે ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના માલિક અને ભાગેડુ જયસુખ પટેલને મુખ્ય આરોપી બનાવાયા છે. 30 ઓક્ટોબરના રોજ બનેલી આ દુર્ઘટનામાં કુલ 10 આરોપી સામે પોલીસ દ્વારા 1262 પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેમાંથી હાલ 9 આરોપીઓ જેલમાં બંધ છે. ત્યારે આ દુર્ઘટનામાં મુખ્ય આરોપી તરીકે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું નામ દાખલ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, જયસુખ પટેલ આ પહેલા જ આગોતરા જામીન અરજી કરી ચુક્યો છે અને હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોના મોતને ભેટ્યા હતા. મુખ્ય આરોપી તરીકે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલના નામ અંગે લોકોમાં પણ ચર્ચા હતી.. હાલ જયસુખ પટેલ ગાયબ છે. આગોતરા જમીન અરજી કરનાર જયસુખ પટેલ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં 135 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. ત્યારે ગત 25મી જાન્યુઆરીએ મોરબી પુલ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં બ્રિજની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન કોર્ટમાં જયસુખ પટેલના વકીલ દ્વારા વળતર આપવા પણ તૈયારી દર્શાવાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, જે મેજર બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
