Team Chabuk-Gujarat Desk: બોટાદ તાલુકાના સેથળી ગામ પાસે પસાર થતી કેનાલ પાસે સેથળીથી રેફડા જવાના કાચા રસ્તેથી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ઘનશ્યામ ઝુલાસની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે. બનાવની જાણ થતાં બોટાદ પોલીસના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ લાશને પીએમ માંટે બોટાદ સોનાવાલા હોસ્પિટલ લાવવામાં આવી હતી. હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.
બોટાદ તાલુકાના સેથળી ગામના રહેવાસી 50 વર્ષીય ઘનશાયમ બાબુ ઝુલાસની 16 જાન્યુઆરીએ મોડી રાત્રે હત્યા થયાનું અનુમાન છે. તેમની લાશ સેથળી રેફડા જવાના કેનાલના રસ્તેથી મળી આવી હતી. તેમના મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા. હત્યા અંગે જાણ થતાં બનાવ અંગેની જાણ બોટાદ પોલીસને થતા બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, એલ.સી.બી. એસ.ઓ.જી તેમજ સીટી પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.તો બીજી તરફ હત્યા અંગેની જાણ પરિવારજનોને થતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, હત્યા કોણે કરી છે અને શા માટે કરી છે.
બીજી તરફ નાના એવા ગામમાં હત્યાનો બનાવ બનતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. બીજી તરફ મૃતકના પરિવારજનોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતકના પરિવારજનોએ હત્યારાઓને તાત્કાલિક ઝડપી લેવા અને ઘનશ્યામભાઈને ન્યાય અપાવવાની માગણી કરી છે. હાલ બોટાદ પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે અને હત્યારાઓને તાત્કાલિક જેલના સળિયા ગણતા કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત