Homeગુર્જર નગરીસાળંગપુરમાં પહેલી વાર ભવ્ય ધૂળેટીની ઉજવણી.. હનુમાન દાદાના દર્શન કરવા ભાવિકો ઉમટ્યા

સાળંગપુરમાં પહેલી વાર ભવ્ય ધૂળેટીની ઉજવણી.. હનુમાન દાદાના દર્શન કરવા ભાવિકો ઉમટ્યા

Team Chabuk-gujarat Desk: સમગ્ર દેશ હોળી ધુળેટીના રંગે રંગાયો છે. બે વર્ષ કોરોના મહામારીના કારણે મોજથી ધુળેટી ખેલી ન શકનાર ખેલૈયાઓ આ વર્ષે મનભરીને ધુળેટી રમી રહ્યા છે. સાથે સાથે યાત્રાધામો, મંદિરોમાં દેવદર્શન સાથે ધુળેટી ઉજવાઈ રહી છે. ત્યારે વિશ્વવિખ્યાત સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શાસ્ત્રી શ્રીહરિપ્રકાશ સ્વામીની પ્રેરણાથી તથા કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી માર્ગદર્શન હેઠળ હોળી-ધૂળેટી દિવ્ય રંગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આકાશમાં રંગબેરંગી નજારો

સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે છેલ્લાં 35 વર્ષ બાદ પહેલીવાર 18 માર્ચે ૨૦૨૨ ધૂળેટીની દાદાના દરબારમાં અતિભવ્ય ઉજવણી કરવામાં આવી. લોખંડની પાઇપમાં 3 કિલોથી વધુ રંગ ભરીને બ્લાસ્ટ કરાયેલો રંગ 70 ફૂટ સુધી ઊંચે ઉડતાં આકાશમાં રંગબેરંગી નજારો જોવા મળ્યો હતો આ ઉપરાંત મંદિર પરિસરમાં 25 હજારથી વધુ અલગ-અલગ ચોકલેટ પણ હરિભક્તો પર ઉડાડવામાં આવી હતી.

બે હજાર કિલો અબીલ ગુલાલ

અમદાવાદ, સુરત અને બોટાદ સહિતના હરિભક્તોએ 2 હજારથી વધુ કિલો મોકલાવેલાં કંકુ, અબીલ સહિતના ઓર્ગેનિક રંગ દાદાને અર્પણ કરી રંગને સંતો દ્વારા હરિભક્તો પર ઉડાવી ઉજવણી કરવામાં આવી દરેક હરિભક્તોને પ્રસાદીના રંગથી રંગવામાં આવ્યા હતા. ધુળેટી નિમિતે દાદાને 25 હજારથી વધુ ચોકલેટ પણ અર્પણ કરવામાં આવી હતી.મંદિર પરિસરમાં રંગોત્સવ દરમિયાન પ્રસાદીની ચોકલેટ હરિભક્તો પર ઉડાવામાં આવેલ એવં ગૅસના બલુન પણ ઉડાડવામાં આવ્યા હતાં.

આ વર્ષે શુ ખાસ?

  • હનુમાનજી દાદાને ધુળેટીના દિવસે દિવ્ય શણગાર કરાયો
  • પહેલીવાર સાળંગપુર ધામમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો.
  • નાસિક ઢોલના તાલે-સંગીતના સથવારે-સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો.
  • દાદાને પંચરંગી વાઘા સહતિ અલગ-અલગ ફૂલ અને પાનનું ડેકોરેશન પણ કરાયું.
  • દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવી.
  • 2 હજાર કિલોથી વધુ રંગનો વારાફરતી બ્લાસ્ટ કરી 25 હજાર ચોકલેટનો હરિભક્તો પર વરસાદ કરી ઉજવણી કરવામાં આવી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments