Homeદે ઘુમા કેWomen’s T20 World Cup: મહિલા T20 વર્લ્ડકપ માટે ટીમ જાહેર, જાણો...

Women’s T20 World Cup: મહિલા T20 વર્લ્ડકપ માટે ટીમ જાહેર, જાણો કોને મળ્યું સ્થાન

Team Chabuk-Sports Desk: BCCIએ મહિલા T20 વર્લ્ડકપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડ કપની સાથે જ BCCIએ ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રિકોણીય શ્રેણી માટે પણ ભારતીય ટીમની જાહેરાત કરી છે. T20 વર્લ્ડકપ 10 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે. જ્યારે ત્રિકોણીય શ્રેણી 19 જાન્યુઆરીથી શરૂ થશે. ભારતીય ટીમ 12 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે ટકરાશે.

ટીમ ઈન્ડિયા વિશ્વમાં ગ્રુપ-2માં છે. આ ગ્રુપમાં ભારતીય ટીમની સાથે ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન અને આયરલેન્ડ છે. બંને ગ્રુપમાં ટોપ-2 ટીમ સેમિફાઇનલમાં સ્થાન મેળવશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 26 ફેબ્રુઆરી, 2023એ કેપટાઉનમાં રમાશે.

T20 માટે ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટ-કીપર), ઋચા ઘોષ (વિકેટ-કીપર), જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલિ સરવાણી , પૂજા વસ્ત્રાકર , રાજેશ્વરી ગાયકવાડ , શિખા પાંડે.
રિઝર્વ ખેલાડીઓઃ એસ. મેઘના, સ્નેહ રાણા, મેઘના સિંહ.

વર્લ્ડકપમાં ભારતીય ટીમનું શેડ્યૂલ
પાકિસ્તાન સામે પ્રથમ મેચ – 12 ફેબ્રુઆરી: કેપટાઉન.
વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી મેચ – 15 ફેબ્રુઆરી: કેપટાઉન.
ઈંગ્લેન્ડ સામે ત્રીજી મેચ – 18 ફેબ્રુઆરી: પોર્ટ એલિઝાબેથ.
આયરલેન્ડ સામે ચોથી મેચ – 20 ફેબ્રુઆરી: પોર્ટ એલિઝાબેથ.
આ પહેલા પહેલા ભારતે દક્ષિણ આફ્રિકામાં ત્રિકોણીય શ્રેણી રમવાની છે. ત્રિકોણીય શ્રેણીમાં ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ છે.

ત્રિકોણીય શ્રેણી માટે ભારતીય ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (વિકેટ-કીપર), જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ, રેણુકા ઠાકુર, મેઘના સિંહ, અંજલિ સરવાની, સુષ્મા વર્મા, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, એસ. મેઘના, સ્નેહ રાણા, શિખા પાંડે. પૂજા વસ્ત્રાકરનું ટીમમાં સામેલ થવું ફિટનેસ પર નિર્ભર છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments