Homeગુર્જર નગરીદર્દનાક દ્રશ્યોઃ વડોદરામાં ભાઈ બહેન પર ચપ્પુ વડે તૂટી પડ્યો ! ગણતરીની...

દર્દનાક દ્રશ્યોઃ વડોદરામાં ભાઈ બહેન પર ચપ્પુ વડે તૂટી પડ્યો ! ગણતરીની સેકંડમાં 11 ઘા ઝીંકી દીધા, વીડિયો વાયરલ

Team Chabuk-Gujarat Desk: વડોદરાના ખટંબાનો એક હચમચાવી દેતો વીડિયો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલાં આર્થિક સંકડામણના કારણે એક યુવકે પોતાની બહેન પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક ઘરની બહાર બેઠો છે. તેના હાથમાં ચપ્પુ છે. આ દરમિયાન એક યુવતી તેને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. તેના હાથમાથી ચપ્પુ લેવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, આ દરમિયાન યુવક યુવતી પર જ ચપ્પુ વડે હુમલો કરી દે છે અને છરીના આડેધડ 11 જેટલા ઘા ઝીંકી દે છે. આ ઘટનાક્રમ વચ્ચે ઘરમાંથી એક મહિલા બહાર આવે છે. તો યુવક તેના પર પણ હુમલો કરી દે છે જેને લઈને મહિલા પોતાનો જીવ બચાવીને પરત ઘરમાં પ્રવેશી જાય છે. મહિલાને હાથમાં કોણીના ભાગે ચપ્પુ વાગી જાય છે.

મળતી માહિતી મુજબ ખટંબામાં ક્રિષ્ના દર્શન વિલામાં રહેતા 48 વર્ષીય શૈની એલેક્સ અબ્રાહમ મલઈકને સંતાનમાં બેન નામનો 24 વર્ષીય દીકરો અને તેનાથી નાની બેટ્ટી નામની 21 વર્ષીય દીકરી છે. મહિલાનો દીકરો ખાનગી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, જ્યારે દીકરી ખાનગી યુનિવર્સિટીમાં બી.ફાર્મમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મહિલાના પતિ થર્ડ આય પ્રોટેક્શન નામની ફર્મમાં પેકેજિંગ મટીરિયલ સપ્લાયનો ધંધો કરે છે.

માતાની ફરિયાદ મુજબ, 18 જૂને સાંજના 4 વાગ્યે તેમનો દીકરો બેન ગુસ્સામાં હોય એવું લાગ્યું હતું. ઘરમાં નાણાકીય સંકળામણના લીધે દીકરો બેન માનસિક તણાવમાં આવતાં તે માતા પર અચાનક ગુસ્સામાં આવીને જોરથી બોલવા લાગ્યો હતો. દીકરાને ગુસ્સો કરતાં જોઈને માતાએ તેને સમજાવ્યો હતો, પરંતુ તેણે ગુસ્સો કરવાનું ઓછું ન કરતાં માતાએ પોતાની દીકરીને ફોન કરીને ઘરે બોલાવી હતી. માતાનો ફોન આવતાં જ દીકરી ફટાફટ ઘરે આવીને બહારથી જ પોતાના ભાઈને ગુસ્સો ન કરવા સમજાવી રહી હતી. આ દરમિયાન બેને તેના પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ માતાએ ચીસો પાડતાં પાડોશીઓ દોડી આવ્યા હતા અને દીકરાના હુમલામાંથી માતા અને દીકરીને છોડાવી બંનેને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments