શૈલેષ નાઘેરાઃ માળીયા હાટીના તાલુકાના શાંતિપરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ભણીને આજે ૧૩૮ શિક્ષકો જૂનાગઢ, ગીર સોમનાથ અને સમગ્ર ગુજરાતમાં શિક્ષણની જયોત પ્રગાટવી રહ્યા છે. એટલું જ નહીં આ જ સરકારી પ્રાથમિક શાળામાં ભણી ૧૮ યુવાઓ ડોકટર બની દર્દીનારાયણની સેવા કરી રહ્યા છે. આ અમારી શાળાની, શાળાના શિક્ષકો, ગ્રામજનો અને વિધાર્થીઓના પુરૂર્ષાથનુ પરિણામ છે. અને આજ તો અમારી સરકારી શાળાનું ગૌરવ પણ છે, તેમ શાળા પ્રવેશોત્સવ પ્રસંગે શાંતિપરાના સરપંચે જણાવ્યુ હતું.
૨૮૦૦ ની વસ્તી ધરાવતા શાંતિપરામાં ૧૩૮ શિક્ષકો, ૧૮ ડોક્ટરો સહિત કુલ ૨૦૫ જેટલા લોકો સરકારી નોકરીમાં ફરજ બજાવે છે. તેમ જણાવી સરપંચ કાનાભાઈ જોટવાએ વધુમાં કહ્યું કે, શાળા પ્રવેશોત્સવતો આપણી ઋષિ પરંપરા છે. તેને આપણે વિશેષ રીતે ઉજાગર કરવા સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા તે આપણી સૌની ફરજ છે.
સમગ્ર રાજ્યની સાથે શાંતિપરામાં તા.૨૩/૬/૧૯૫૪ થી કાર્યરત પ્રાથમિક શાળામાં ડેપ્યુટી ડાયરેક્ટર શિક્ષણ ડો. અમિત ધનેશ્વર અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં ૧૨ કન્યા અને ૨૦ કુમાર એમ કુલ ૩૨ ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી શિક્ષણ સંસ્કારનો પ્રારંભ કરાવ્યો હતો.
રળિયામણા નારિયેળીના બગીચાઓ થી સમૃદ્ધ માળીયાહાટીના તાલુકાના શાંતિપરાના ૮૦ ટકા લોકો વાડી વિસ્તારમાં વસવાટ કરે છે. વાડી વિસ્તારમાં વસવાટ કરતા હોવા છતા અહીંના લોકોમાં શિક્ષણનું સ્તર સીમ શાળા, શિક્ષકો અને જાગૃત ગ્રામજનોના સહિયારા પ્રયાસથી ઊંચું છે.
શાંતિપરામાં ૩ સીમ શાળા અને ૧ પ્રાથમિક શાળા કાર્યરત છે. જેમાં કુલ ૨૧૫ બાળકો ધોરણ ૧ થી ૮ નું શિક્ષણ મેળવી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા સાથે બાળકોએ આઝાદી કા અમૃત મહોત્સવ અંગે વક્તવ્ય રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થી રામ તીર્થ અને કેત્વા રામે કર્યું હતું. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એડવોકેટ જયદીપ જોટવાએ શાળાના શિક્ષણ કાર્ય અંગે તેમના પ્રતિભાવો આપ્યા હતા. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.વારા, શાળાના બાળકો, વાલીગણ, શાળાના શિક્ષકો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
માળિયા હાટીના તાલુકાના જાંનુડા અને ખોરાસા ગામની શાળામાં પણ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.જેમાં મહાનુભાવો, ગ્રામજનોની ઉપસ્થિતિમાં ૭૫ ઉપરાંત બાળકોને શાળામાં આવકારવામાં આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
