Team Chabuk-Gujarat Desk: શહેરના સમા વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલમાં નણંદ, ભાભી અને બાળક પગ લપસતા ડૂબ્યા હતા. જેમાં ભાભીને બચાવવા પડેલી નણંદનું ડૂબી જતાં મોત થયું છે. જ્યારે બાળક અને ભાભીનો બચાવ થયો છે.
મળતી માહિતી મુજબ વડોદરાના સમા વિસ્તારમાં નર્મદા કેનાલમાં બપોરના સમયે ભાભી નાઝિયા પરવેઝ, નણંદ રહેનુમા બસીરખાન તેમજ તેમનું બાળક કપડાં ધોવા અને ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન બાળકનો પગ લપસતા તે પાણીમાં પડ્યું હતું.
નાઝિયા બાળકને બચાવવા માટે કેનાલમાં કૂદી હતી. તેની પાછળ નણંદ રહેનુમા પણ કેનાલમાં કૂદી હતી. આ દરમિયાન નાઝિયાએ બાળકને બચાવી લીધું હતું અને સ્થાનિકોએ મને પણ બહાર કાઢી લીધી હતી. પરંતુ નણંદ રહેનુમા પાણીમાં ડૂબતા તેનું મોત નિપજ્યું છે. સૂત્રોનું માનીએ તો રહેનુમા ગર્ભવતી હતી તેને ચાર મહિનાનો ગર્ભ હતો.
ડૂબતી મહિલાઓને બચાવવા સ્થાનિકો પણ પહોંચ્યા હતા. સ્થાનિક લોકોને મદદ માટે બોલાવ્યા અને દુપટ્ટો કેનાલમાં લંબાવી અમે તેને એક મહિલાને બચાવી લીધી હતી. પરંતુ રહેનુમા ડૂબી ગઇ. ઘટનાને પગલે સ્થાનિક તેમજ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. તેમજ રહેનુમાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે.
મૃતક રહેનુમા અને તેનો પતિ મૂળ રાજસ્થાનના શિકર જીલ્લાના રહેવાસી છે. રહેનુમા અને તેનો પતિ વડોદરના સમા વિસ્તારમાં રહે છે. તેમજ તેનો પતિ બસીરખાન ગાડીઓના ટાયર પંચર રિપેરિંગનું કામ કરે છે. તેમજ રહેનુમાં ઘરકામ કરતી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત