Homeદે ઘુમા કેIND vs SL: સિરીઝની અંતિમ વન ડેમાં આવી હશે ટીમ ઈન્ડિયા, આ...

IND vs SL: સિરીઝની અંતિમ વન ડેમાં આવી હશે ટીમ ઈન્ડિયા, આ ખેલાડીને મળી શકે છે તક

Team Chabuk-Sports Desk: ભારત અને શ્રીલંકા વચ્ચે તિરુવંતપુરમમાં આજે ત્રીજી વનડે મેચ રમાવાની છે. ત્રણ મેચોની સિરીઝમાં ભારતે પહેલાં જ બે મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરી લીધી છે. ત્રીજી મેચમાં જીત મેળવીને રોહિત શર્મા ક્લીન સ્વીપ ઈચ્છશે.

શ્રીલંકા સામેની ત્રીજી મેચ ભારતીય ટીમના યુવા ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સિરીઝ જીત્યા બાદ રોહિત શર્મા ત્રીજી મેચમાં ઘણા બદલાવ કરી શકે છે. તે વર્લ્ડ કપ પહેલા દરેક ખેલાડીઓને તક આપવા ઇચ્છે છે. સૌપ્રથમ ઓપનિંગ જોડીની વાત કરીએ તો રોહિત અને ગિલ બંને બીજી મેચમાં નિષ્ફળ રહ્યા હતા પરંતુ હજુ પણ તે ઇનિંગની શરૂઆત કરતા જોવા મળશે. શુભમન ગિલને હજુ પણ તક આપવામાં આવશે. જેથી આ જોડીમાં કોઇ બદલાવ જોવા મળશે નહીં. જ્યારે વિરાટ કોહલીને નંબર 3 પર યથાવત રાખવામાં આવશે.

શ્રેયસ ઐયરના સ્થાને સૂર્યકૂમાર યાદવને નંબર 4 પર સ્થાન મળી શકે છે. આ ઉપરાંત વિકેટકીપર બેટ્સમેન તરીકે કેએલ રાહુલ નંબર 5 પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. ભારતીય વાઇસ કેપ્ટન અને ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા નંબર 6 પર અને ગુજરાતી ઓલ રાઉન્ડર અક્ષર પટેલ નંબર 7 પર જોવા મળશે. તે બંને બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ જવાબદારી નિભાવશે.

સ્પિન બોલિંગની જવાબદારી કુલદીપને સોંપવામાં આવી શકે છે. તે પોતાની છેલ્લી ત્રણેય મેચોમાં મેન ઓફ ધ મેચ બન્યો છે. ફાસ્ટ બોલરોની વાત કરીએ તો ઉમરાન મલિક અને મોહમ્મદ સિરાજને સ્થાન આપવામાં આવશે. મોહમ્મદ શમીને બહાર કરીને તેના સ્થાને અર્શદીપ સિંહને મેદાને ઉતારવામાં આવી શકે છે. તેને પણ તકો મળવી જરૂરી છે.

રોહિત શર્મા ત્રીજી અને છેલ્લી વનડે મેચમાં આ મજબૂત ટીમ સાથે મેદાને જોવા મળી શકે છે. ભારતીય ટીમ શ્રીલંકા બાદ ઘર આંગણે ન્યૂઝીલેન્ડ સામે પણ વનડે સિરીઝ રમવાની છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ સામે પણ રમાશે. આ વર્ષે એશિયા કપ અને વનડે વર્લ્ડ કપ બંને મોટી ટુર્નામેન્ટનું આયોજન થયું છે. જેથી અત્યારથી જ તમામ ખેલાડીઓ પર નજર રાખવામાં આવી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments