Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના વધુ એક માછીમારનું પાકિસ્તાનની જેલમાં નિધન થયું છે. જિલ્લાના ઊના તાલુકાના વાસોજ ગામના માછીમાર નાનુભાઈ રામભાઈ કામળિયાએ પાકિસ્તાનની જેલમાં દમ તોડ્યો હોવાની માહિતી સામે આવતા જ તેમના પરિવારમાં શોકનો મહોલ છે.
ગત 3 ફેબ્રુઆરીએ શ્વાસની તકલીફનાં કારણે નાનુભાઈની તબિયત લથડી હતી. આ બનાવની જાણ થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. વેરાવળની રાજકમલ નામની બોટમાં વર્ષ-2018માં નાનુભાઈ કામળિયા માછીમારી કરવા ગયા હતા અને ભારતીય જળ સીમામાંથી પાક મરીન દ્વારા અપહરણ કરાયા બાદ પાક જેલમાં બંધ કરાયા હતા. ગત 3 ફેબ્રુઆરી નાનુભાઈનું બિમારી સબબ મોત થયું હતું. આ માછીમારનાં મોત અંગે સરકારે પરિવારને અજાણ રાખ્યો હોવાનો આક્ષેપ મૃતકનાં ભત્રીજા ગોવિંદભાઈએ કર્યો છે.
માછીમારના પરિવારનો દાવો છે કે, પરિવારને જેલમાં રહેલા અન્ય માછીમારોએ પત્ર લખતા જાણ થઈ હતી. હજુ સુધી સરકારે મૃતક માછીમારનાં પરિવારનો સંપર્ક કર્યો નથી. પરિવારની માગણી છે કે, વહેલીતકે મૃતદેહ વતન પહોંચાડવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના જેન્તી સોલંકી નામના એક માછીમારનું પણ પાકિસ્તાનની જેલમાં મોત થયું હતું. ભારે જહેમત બાદ તેમનો મૃતદેહ સૂત્રાપાડા પહોંચાડાયો હતો. ત્રણ વર્ષ પહેલા તેમનું અપહરણ થયું હતું. આ પરિવારે પણ આરોપ લગાવ્યો હતો કે, મહિના પહેલાં જેન્તીભાઈનું મોત થયું હતું. મૃતદેહ વતન લાવવા માટે પરિવારને ફિસરિઝ વિભાગના અનેક ધક્કા ખાવા પડ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
