Homeદે ઘુમા કેમેચ હાર્યા પણ દીલ જીત્યા ! ઋચા ઘોષ બની સૌથી ઝડપી અડધી...

મેચ હાર્યા પણ દીલ જીત્યા ! ઋચા ઘોષ બની સૌથી ઝડપી અડધી સદી ફટકારનારી ભારતીય

Team Chabuk-Sports Desk: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મહિલા ક્રિકેટર ઋચા ઘોષ સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ભારતીય ક્રિકેટર બની ગઈ છે. ન્યૂઝિલેન્ડ વિરુદ્ધની વન-ડે મેચમાં તેણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. વરસાદના વિધ્નના કારણે મેચ 20-20 ઓવરની જ રમાઈ હતી. જોકે, ભારતીય ટીમને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય મહિલા ટીમની વિકેટકીપર બેટર ઋચા ઘોષે ટીમ મુશ્કેલ સ્થિતિમાં હતી એવા સમયે અડધી સદી ફટકારી. વરસાદના વિઘ્નને કારણે વન-ડે મેચને 20-20 ઓવરની કરવામા આવી. જ્યારે ઋચા ક્રિઝ પર ઉતરી ત્યારે ભારતનો સ્કોર 19 રનમાં 4 વિકેટ હતો. ત્યારબાદ ઋચાએ આક્રમક બેટિંગ કરતાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 29 બોલમાં અડધી સદી પૂર્ણ કરી.

આ સાથે જ તેણે રૂમેલી ધરનો 2008માં બનાવેલો રેકોર્ડ તોડી નાખ્યો હતો. રૂમેલીએ શ્રીલંકા સામે 29 બોલમાં અડઝી સદી ફટકારી હતી. જોકે ભારતીય ટીમ મેચ 63 રને હારી હતી. કિવી ટીમના 191/5 સામે ભારતીય મહિલા ટીમ 128માં ઓલઆઉટ થઈ હતી.

બીજી તરફ ભારતીય કેપ્ટન મિતાલી રાજે સ્વીકાર્યું કે, વર્લ્ડ કપ અગાઉ બોલિંગ ટીમ મેનેજમેન્ટની મોટી ચિંતા છે. મિતાલીએ કહ્યું કે,‘અમે ઝડપી અને સ્પિન બોલિંગ કોમ્બિનેશનને અજમાવી રહ્યા છીએ. અમારી બોલિંગ સંપૂર્ણ પ્રવાસ દરમિયાન લાઈન અને લેન્થ જાળવી શકી નહીં. બોલર્સના સ્પેલ સારા ન રહ્યા. જોકે અમે અહીં સ્થિતિ અનુસાર ઢળવાનો પ્રયાસ કરી રહ્યા છે.’ જોકે મિતાલીએ શેફાલી વર્મા અને ઋચા ઘોષ જેવી યુવા ખેલાડીઓને સમર્થન આપ્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments