Team Chabuk-Gujarat Desk: રાજકોટના ગોંડલમાં સાંઢિયા પૂલ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો. જેમાં એક માસૂમ બાળકીનું મોત થયું છે. બાઈકની સામાન્ય ટક્કરમાં બાળકી રસ્તા પર પટકાઈ હતી. દુર્ઘટનામાં પરિવારની સામે જ બાળકીએ દમ તોડ્યો હતો. ગોંડલ શહેરના મોટી બજારમાં રહેતો પરિવાર શનિવારની રાત્રીના નેશનલ હાઇવે પર હોટલમાંથી જમીને ઘરે પરત ફરી રહ્યો હતો. સાંઢીયા પુલ પર ત્રિપલ સવારી બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નવ વર્ષની માસૂમ બાળા રસ્તા પર પટકાઈ હતી.
મળતી માહિતી મુજબ મુજબ શહેરની મોટી બજારમાં લક પાનની દુકાન ધરાવતા ફરહાન સરદારિયાનો દીકરો, જમાઈ અને 9 વર્ષની દકરી માહિ હોટેલમાં ગયા હતા. જમીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે દીકરી જમાઈની સાથે માહી બાઈકમાં બેઠી હતી. તે દરમિયાન સામેથી આવતા બાઈક સાથે સામાન્ય ટક્કર થતાં પાછળ બેઠેલી માહી રસ્તામાં પટકાઈ હતી. માહીને માથામાં ઈજા થતાં તેને હેમરેજ થયું હતુ અને ઘટનાસ્થળે જ કમકાટી ભર્યું મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં પાલિકાના વોટર વર્કસ શાખાના ચેરમેન અને ફરહાનભાઈના પિતરાઈ ભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા. કાર ચાલકની મદદ લઈ માહીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, ત્યાં સુધીમાં બહું મોડું થઈ ગયું હતું. આમ, અચાનક 9 વર્ષની દીકરીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. માહી ચોથા ધોરણમાં ભણતી હતી તે પરિવારમાં સૌથી નાની હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
