Homeગુર્જર નગરીશ્વાનને બચાવવા જતાં રિક્ષા પલટી, એકનું ઘટનાસ્થળે જ મોત, ડ્રાઈવર સહિત ત્રણ...

શ્વાનને બચાવવા જતાં રિક્ષા પલટી, એકનું ઘટનાસ્થળે જ મોત, ડ્રાઈવર સહિત ત્રણ ઈજાગ્રસ્ત, ડ્રાઈવરની હાલત ગંભીર

Team Chabuk-Gujarat Desk: સુરતના બારડોલીમાં રિક્ષાને અકસ્માત નડ્યો. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું જ્યારે રિક્ષાચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો.

મળતી માહિતી મુજબ મોડી સાંજે કડોદરાથી બારડોલી આવતી રિક્ષા ખાન પોઇન્ટ નજીકના માર્ગ પર પહોંચી હતી. ત્યારે જ અચાનક રિક્ષા આગળ શ્વાન આવી જતા ડ્રાઈવરે તેને બચાવવાની કોશિશ કરી. જેમાં રિક્ષાચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને રિક્ષા પલટી ગઈ. દુર્ઘટનામાં રિક્ષામાં સવાર આધેડ વયના પુરુષનું ઘટનાસ્થળે જ મોત થયું. જ્યારે રિક્ષાચાલકની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યો હતો.

રિક્ષામાં બેઠેલા અન્ય બે સવારને પણ પગના ભાગમાં ઇજાઓ થતાં સારવાર હેઠળ છે. કડોદરાથી બારડોલી આવી રહેલી એક રિક્ષા નંબર જીજે ૦૫ બી ડબલ્યુ ૪૦૧૫ બારડોલી જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ખાન પોઇન્ટ નજીકથી પસાર થતા, રસ્તામાં અચાનક શ્વાન આવી જતા, અચાનક રિક્ષા પલટી હતી. જેમાં ચાલક સહિત અન્ય ત્રણ મુસાફરોમાં વખતસિંહ દયાસિંઘ સોલંકી (72 )રહે. હુડકો સોસાયટી બારડોલીનું મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે અન્ય મુસાફરો પૈકીના ત્રીકમભાઈ સરાજીયાભાઈ ગામીત ( રહે. રાનવેરી, વાલોડ) તથા દિક્ષિતા વિજયભાઈ સુરતી(.25 ) રહે. તરસાડા, માંડવી મળી બંનેને પગમાં ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments