Homeગુર્જર નગરીપ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ: વાંચો, બાળકો સાથે બાળનગરીમાં જાઓ તો કેમ બુજોનું...

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ: વાંચો, બાળકો સાથે બાળનગરીમાં જાઓ તો કેમ બુજોનું પ્રદર્શન અચૂક જોવું જોઈએ?

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના આંગણે યોજાઈ રહી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો આજે બીજો દિવસ છે. તમે બાળકો સાથે આ પ્રમુખ સ્વામી નગરની મુલાકાત લેવા જઈ રહ્યા છો. તો તમારા માટે આ કામની વાત છે. પ્રમુખ સ્વામી નગર (Pramukh Swami Nagar) એટલું મોટું છે કે એક દિવસમાં બધુ વ્યવસ્થિતિ રીતે જોઈ લેવું શક્ય નથી. ત્યારે અમે અહીં જણાવીશું કે બાળનગરી (Bal Nagari)માં જાઓ તો સૌથી પહેલા તમારે કયું પ્રદર્શન નિહાળવું જોઈએ અને શા માટે.

બાળકો સાથે તમે બાળનગરીમાં છો તો સૌથી પહેલા તમે ”વિલેજ ઓફ બુજો” એટલે કે બુજોનું પ્રદર્શન અચૂક નિહાળજો.

શા માટે નિહાળવું જોઈએ આ પ્રદર્શન

આ પ્રદર્શનથી બાળકોને માતૃદેવો ભવ, પિતૃદેવો ભવનો સંદેશ અપાયો છે. સાથે એ પણ સમજાવવામાં આવ્યું છે કે માતા-પિતાની આજ્ઞા ન માનવાથી શું થાય. માતા-પિતા જે કહે છે તે આપણને ભલે ન ગમે, પરંતુ તે આપણઆ સારા માટે જ કહેતા હોય છે.

બૂજોના પ્રદર્શનની સ્ટોરી શું છે?

બુજો એક વનવાસી છે. જે આદિવાસી કબીલામાં રહે છે. તેનું ગામ પહાડો વચ્ચે જંગલોમાં આવેલું છે. બુજોના મનમાં અનકે સવાલો હોય છે, અને તેના સવાલોથી તેના માતા-પિતા પણ મુંજાઈ જાય છે. એક દિવસ એક વાઘ આવીને બુજોના નામમાં એક વાછરડાને લઈ જાય છે. આથી ગામના તમામ આદિવાસીઓ ભેગા મળીને નક્કી કરે છે કે બાળકોએ ઘરની બહાર ન જવું. આ તરફ બુજોના પિતા પણ ઘરને ફરતે લાકડા અને દોરીની મદદથી પ્રોટેક્શન વોલ બનાવી દે છે. સાથે બુજોને ઘરની બહાર ન જવાનું કહે છે.

હવે આ તો બુજો એ ભલા એમ થોડો માનવાનો હતો. આ વાત તેના માતા-પિતાને પણ ખ્યાલ હતી. આથી તેઓ બુજોને કબીલના મુખીયા પાસે લઈ જાય છે અને તેમના દ્વારા બુજોની કમરે ઘંટડીઓવાળી દોરી બંધાવી દીધી. તેણે બુજોને એમ પણ કહ્યું કે જો આ ઘંટડીઓ છોડશે તો તેની માતા મરી જશે. ગામના ઘણા બાળકોને આવી ઘંટડીઓ બાંધવામાં આવી હતી. જેથી બાળકો ઘરની આસપાસ રમતા હોય તો સતત અવાજ આવે એને માતા-પિતાને જાણ રહે કે બાળક રમી રહ્યું છે.

બુજોના મિત્રએ બુજોને ઘંટડી છોડી ઘર બહાર જવાની વાત કરી. આથી બન્ને ઘરથી દૂર ઝરણા પાસે માછલી પકડવા જાય છે, પછી શું આવ્યો વાઘ. આ બાજુ ઘરે બુજો ન મળતા દોડા-દોડી થઈ જાય છે. તેની માતા દોડતી દોડતી ઝરણા પાસે પહોંચી જાય છે. તેની માતા બુજો અને તેના મિત્રને ગામ તરફ જવાનું કહે છે અને તેની માતા વાઘના રસ્તા વચ્ચે ઊભી રહી જાય છે. પછી આગળ શું થયું તે જાણવા માટે એકવાર અચૂક આ પ્રદર્શનની મુલાકાત લેજો.

આ બાળનગરીમાં 1100થી વધારે બાળકો સેવા કરી રહ્યા છે: બાળનગરીના મુખ્ય આકર્ષણો
સ્વાગત શિખર
મૂલ્યોનું પંચામૃત
બાળ મંજળ એક્સપ્રેસ
સુવર્ણાનો સમુદ્ર
બુજોનું ગામ
શેરુનું જંગલ
પુરુષાર્થની પ્રેરણામૂર્તિ
માતા-પિતાને વંદન
BAPSના બાળ તારલા
શાંતિનું ધામ (પ્રમુખના બાળપણના કિસ્સાની પ્રતિકૃતિ)
પ્રાણીની પ્રેરણા
બાળ સ્નેહી ઉદ્યાન
નિયમ કુટીર
કલા મંચ
સંસ્કૃતિ રત્નોના સંગમ

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments