Team Chabuk-Gujarat Desk: જાફરાબાદ તાલુકાના સરકેશ્વરના દરિયા કિનારે પરિવાર સાથે નહાવા માટે ગયેલા એસ.પી નિર્લિપ્ત રાય ડૂબતાં ડૂબતાં બચ્યા હતાં. અહીં એક પોલીસ કોન્સ્ટેબલ દરિયાનાં પાણીમાં તણાતા એસ.પી સાહેબ તેમને બચાવવા માટે ગયેલાં જ્યાં અચાનકથી તેઓ પણ મહાકાય મોજાની ઝપેટમાં આવી ગયા હતા. સ્થાનિકોએ જ્યારે આ જોયું તો તેમણે તાત્કાલિક એસપી અને કોન્સ્ટેબલનો જીવ બચાવી લીધો હતો. નિર્લિપ્ત રાય દરિયાનું પાણી પી ગયા હોય તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની સહાયતાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલીના એસપી નિર્લિપ્ત રાય પોતાના પરિવાર અને અન્ય કેટલાક પોલીસ ઓફિસરોની સાથે અમરેલીના જાફરાબાદમાં આવેલા સરકેશ્વરનાં દરિયા કિનારે ઉજાણી કરી રહ્યા હતા. સ્નાન કરતા સમયે દરિયાનું એક ઊંચુ મોજું આવ્યું હતું. જેમાં એક પોલીસકર્મી તણાયો હતો. નિર્લિપ્ત રાય તેને બચાવવા માટે આગળ વધ્યા હતા, જોકે તેઓ પણ મહાકાય મોજાની ઝપેટમાં આવી ગયા હતા. અન્ય પોલીસકર્મીઓ અને સ્થાનિકોની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.
નિર્લિપ્ત રાય સહિત પોલીસકર્મી પણ દરિયાનું પાણી પી ગયા હોવાથી તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અન્ય પોલીસકર્મીઓ અને સ્થાનિકોની સહાયતા દ્વારા જે સમયસૂચકતાભર્યું પગલું લેવામાં આવ્યું તેનાથી એસપી અને પોલીસકર્મીનો જીવ બચી ગયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી.
કોણ છે નિર્લિપ્ત રાય?
- અગાઉ IRS રહી ચૂકેલા નિર્લિપ્ત રાય 2010ની બેચમાં પસંદગી પામ્યા હતા.
- અગાઉ તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા.
- પ્રોબેશનમાં હિંમતનગર હતા. જે પછી ક્રાઈમ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે મુકાયા હતા.
- આસિસ્ટન્ટ કમિશ્નરમાંથી બઢતી મળતા કમિશ્નર તરીકે ઝોન-7માં મૂકાયા હતા.
- તેમનો DCP તરીકેનો કાર્યકાળ લાંબો ચાલ્યો હતો.
- અમદાવાદથી સુરત તેમને ઈન્ટેલિજન્સ બ્યુરોમાં DCP તરીકે મૂકાયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત