Team Chabuk-Gujarat Desk: અત્યારે સમગ્ર ભારતમાં કોરોનાથી બચવા માટે રસીકરણ ખૂબ જ જરૂરી છે. ભારત જેવો મહાકાય દેશ જેની વસતિ ચીન બાદ દુનિયામાં બીજા નંબર પર હોય અને જ્યાં અંધશ્રદ્ધા પણ એટલી જ વ્યાપેલી હોય ત્યાં રસીકરણ એક કપરા ચઢાણ સમાન છે. અવાર નવાર આ અંગેના વીડિયો પણ સામે આવતા રહ્યા છે. જેમાં અધિકારીઓને કડવો અનુભવ થાય છે.
કોરોના અને લોકડાઉનની વચ્ચે રેસ્ટોરન્ટના ઉદ્યોગને ઘણી અસર પહોંચી છે. ત્યારે વલસાડની એક રેસ્ટોરન્ટે જનજાગૃતિ માટે નવતર પ્રયોગ કર્યો છે. જે પણ ગ્રાહક રસી લીધાનું સર્ટિફિકેટ બતાવે છે તેમને 15 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ નવતર પ્રયોગના આમ જોવા જઈએ તો બે ફાયદા છે. પ્રથમ જાગૃતિનાં કારણે લોકો રસી લે છે અને બીજું ઉદ્યોગને પણ ફાયદો થાય છે.
આ હોટલના સંચાલક ભાવિનભાઈ દેસાઈ છે. તેમનો આ પ્રયોગ સમગ્ર વલસાડ સહિત આસપાસના વિસ્તારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ અંગે તેમણે જણાવ્યું કે, વલસાડમાં રસીકરણને પ્રોત્સાહન આપવા માટે તેમણે 15 ટકાનું ડિસ્કાઉન્ટ રાખ્યું છે. રસી મૂકાવ્યાનું સર્ટિફિકેટ બતાવો અને 15 ટકા ડિસકાઉન્ટ સાથે ભોજન કરો.
વાત જો વલસાડના રસીકરણ અભિયાનની કરવામાં આવે તો અહીં 4 જુનનાં રોજથી શરૂ કરવામાં આવેલ રસીકરણ કાર્યક્રમમાં 1.33 લાખથી વધારે યુવાનો પ્રથમ ડોઝ લઈ ચૂક્યા છે. 16 જાન્યુઆરીનાં રોજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ હતી. અત્યાર સુધીમાં શહેરમાં 4 લાખથી વધારે લોકો રસી મુકાવી ચૂક્યા છે. ભાવિનભાઈની 15 ટકા ડિસ્કાઉન્ટની વાત સાંભળ્યા પછી તો સ્થાનિક યુવાઓમાં પણ રસીકરણને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત