Homeગુર્જર નગરીનડીયાદના માન્ય બ્રહ્મભટ્ટને જિનેટિક ડિસઓર્ડર નામની ગંભીર બીમારી, આર્થિક યોગદાનની જરૂર

નડીયાદના માન્ય બ્રહ્મભટ્ટને જિનેટિક ડિસઓર્ડર નામની ગંભીર બીમારી, આર્થિક યોગદાનની જરૂર

Team Chabuk-Gujarat Desk: નામ છે તેનું માન્ય બ્રહ્મભટ્ટ.. સંતરામ મહારાજની પૂણ્યભૂમિ નડીયાદમાં તે રહે છે. ઉંમર છે માત્ર ૯ વર્ષ. તે પણ પોતાની ઉંમરના બાળકોની જેમ જ મેદાનમાં ક્રિકેટ રમવા માગે છે, મમ્મી પપ્પા સાથે પકડદાવ રમવું છે, દાદી સાથે ચાલતા મંદિરે દર્શને જવું છે. પરંતુ આ તમામ ઈચ્છાઓને દરરોજ પોતાના હાથે જ મારી રહ્યો છે. કારણ છે જન્મ થતાંની સાથે મહાકાય વિલન બનીને આવેલી DUCHENNE MUSCULAR DYSTROPHY નામની બીમારી. આપણા દેશમાં જન્મતાં પ્રત્યેક 10 લાખ બાળકમાંથી સરેરાશ  1 બાળકને આ ગંભીર બીમારીનો સામનો કરવો પડે છે.

સામાન્ય ભાષામાં કહીએ તો આ એક એવી સમસ્યા છે જેમાં જન્મના 2-3 વર્ષમાં કમરની નીચેના સ્નાયુ નબળા પડવા લાગે છે, બાળક માટે ચાલવું તો દૂર ટેકો લઈને ઊભું થવું જાણે અશક્ય થવા લાગે છે. ધીરે ધીરે આ બીમારી ઉધઈની જેમ શરીરના અન્ય ભાગમાં આગળ વધે છે અને હૃદય – શ્વસન માટેના સ્નાયુઓ નબળા પાડવા લાગે છે. 

માન્ય બ્રહ્મભટ્ટના  પિતા ઋષિ બ્રહ્મભટ્ટ ‘મરતાં ને ના કહે મર ‘ એવા સંવેદનશીલ અને એકલા જ રડી- લડી લેવાનું પણ કોઈની સામે હાથ નહીં લંબાવવાનો તેવા સ્વમાની છે. પરંતુ સમયની કોર્ટ એવા કઠેડામાં ઊભા કરી દે છે કે જેમાં વ્યક્તિ પાસે લાચાર બનીને ઉભા રહેવા સિવાય જાણે કોઈ વિકલ્પ જ રહેતો નથી.

આ રોગ એવી જિનેટિક બીમારી છે કે, જેની ભારતમાં કોઈ દવા નથી અને વિદેશમાં છે પણ એની કિંમત કરોડોની છે. સામાન્ય પરિવારમાંથી આવતા માણસની પાસે જ્યારે આ પુંજી ના હોય ત્યારે તે કુદરત સામે હાર સ્વીકારી લાચાર બને છે. માન્યની સારવાર માટે 4 કરોડ રૂપિયાની જરૂર છે. ત્યારે માનવતાના ધોરણે માન્યને સહાયરૂપ થવા માટે સામાજિક સંસ્થા ઈમ્પેક્ટ ગુરુએ મુહિમ શરૂ કરી છે. આ મુહિમમાં આપણે સૌ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આર્થિક યોગદાન આપીને માન્યને આ બીમારીમાંથી બહાર લાવવા થોડી ઘણી યથાશક્તિ મદદ કરીએ.

આપ નીચેની લિંક પર જઈને આર્થિક સહકાર આપી શકો છો

https://www.impactguru.com/fundraiser/help-maanya-brahmbhatt

માન્યના બેંકમાં પણ મદદ ટ્રાન્સફર કરી શકો છો.

– Bank Name: RBL Bank

– Account number : 2223330016898552

– Account name : Maanya Brahmbhatt

– IFSC code : RATN0VAAPIS

(The digit after N is Zero)

For UPI Transaction: assist.maanya@icici

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments