Homeગુર્જર નગરીએક્ઝિટ પોલ જો સાચા પડે તો પાટીલનું કદ વધી જશે

એક્ઝિટ પોલ જો સાચા પડે તો પાટીલનું કદ વધી જશે

બિહારની ચૂંટણીમાં તો તેજસ્વી યાદવ કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવે છે. પેટા ચૂંટણીનું શું છે ? મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીના એક્ઝિટ પોલ પણ સામે આવી રહ્યા છે. જેમાં ભાજપને જીત મળતી દેખાઈ રહી છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માર્કે પેટાચૂંટણીના એક્ઝિટ પોલ કર્યા જે પ્રમાણે મધ્યપ્રદેશથી શરૂઆત કરીએ.

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં જે સીટો પર ચૂંટણી થવાની છે તેની કુલ સંખ્યા 28 છે. શિવરાજસિંહની અહીં સરકાર છે અને કમલનાથ સત્તા ગુમાવી ચૂક્યા છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માર્કના પોલ પ્રમાણે ભાજપના ખાતામાં 16-18 બેઠકો આવવાની સંભાવના છે. બીજી બાજુ કોંગ્રેસના ખાતામાં 10-12 બેઠકો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શિવરાજસિંહ ચૌહાણને ફાયદો થઈ રહ્યો છે કારણ કે ખુરશી તેમની પાસે જ રહેશે. બીજી બાજુ જે બેઠકોમાં હાર મળી રહી છે એ બેઠકોની જવાબદારી પણ જ્યોતિરાદિત્ય સિંધિયાના હાથમાં હતી. જેમણે થોડા સમય પહેલા જ પક્ષપલ્ટો કરી કોંગ્રેસનાં હાથ દઝાડ્યા હતા. અહીં સ્થિતિ એવી છે કે કમલનાથ જ્યોતિરાદિત્ય સિંધીયાની સામે ઊભરી રહ્યા છે. કમલનાથે જ્યોતિરાદિત્યનો મજબૂત ગઢ પણ સર કરી લીધો છે. જેથી જેટલી બેઠકો હારવાની આવશે તે જ્યોતિરાદિત્યના પક્ષમાં આવશે તેવું એક્ઝિટ પોલ કહી રહ્યા છે.

ગુજરાત

ગુજરાતમાં કોંગ્રેસને એક જ સીટ મળી શકે છે. સાત ભાજપના ખાતામાં જઈ શકે છે. કુલ આઠ સીટો પર ચૂંટણી હતી. જેમાં અબડાસા, મોરબી, કપરાડા, ધારી લીંબડી, ગઢડા, ધારી ને ડાંગ. જો આ એક્ઝિટ પોલ સાચા સાબિત થાય છે તો કોંગ્રેસને મોટો ઝટકો મળી શકે છે. ગુજરાતમાં પક્ષપલ્ટાના કારણે હવા કોંગ્રેસ બાજુ વહી રહી હોવાનું લાગતું હતું. મતદાન પહેલા સોમાભાઈ પટેલનું કોંગ્રેસ સ્ટીંગ કરી લાવી હતી અને આ કારણે ભાજપને ઝટકો લાગે તેમ પણ હતું. ઉપરથી ધારાસભ્યો ખરીદવાનો આક્ષેપ પણ લાગ્યો હતો. છતાં એક્ઝિટ પોલમાં લહેર તો ભાજપ તરફી જ જોવા મળી રહી છે.

સી.આર.પાટીલ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બન્યા. એમની રેલીના કારણે તેઓ ટીકાનો ભોગ પણ બન્યા હતા, જોકે એક્ઝિટ પોલમાં જે રીતે ભાજપને સાત બેઠકો મળી રહી છે એ જોતા પાટીલનું કદ પાર્ટીમાં વધશે. છેલ્લે જીતુ વાઘાણી પેટા ચૂંટણીમાં ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર જેવા પક્ષપલ્ટુ પણ કદાવર નેતાઓને જીતાવી નહોતા શક્યા તેની સામે એક્ઝિટ પોલ પ્રમાણે જો ચાલીએ તો સી.આર.પાટીલ સાતે બેઠક ખેંચી જાય છે તો તેમનું કદ પાર્ટીમાં વધી જ જશે. સામેની બાજુ હાર્દિક પટેલનું એક સીટ હારશું અને સાતે જીતીશું એ નિવેદનનું એક્ઝિટ પોલમાં તો સૂરસૂરિયું થતું દેખાઈ રહ્યું છે. માનો એનું ઉલટું થઈ ગયું છે.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં સીટ કુલ સાત છે. ઉમેદવાર 88 છે. ભાજપને 37 ટકા વોટ મળે તો એ હિસાબે ઈન્ડિયા ટુડે એક્સિસના એક્ઝિટ પોલ મુજબ યોગીની પાર્ટીને 6-7 બેઠકો મળવાની સંભાવના છે. સમાજવાદી પાર્ટીને 1-2 સીટ મળી શકે છે. જેથી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપની જીતની તુલના કરવામાં આવે તો ભાજપનો હાથ ઉપર રહે છે. અર્થાત્ બિહાર સ્ટેટમાં નીતિશ સાથેની ભાગીદારી ગુમાવવાની આવશે, પણ ભાજપ શાસિત રાજ્યોમાં પેટાચૂંટણીમાં વિજય થશે તેવું એક્ઝિટ પોલ કહી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments