Team Chabuk-Gujarat Desk: રાજ્યભરમાં ભલભલાના હ્રદય હચમચાવી મૂકનાર હિના પેથાણી ઉર્ફે મહેંદી હત્યા કેસમાં હાલ પોલીસ આરોપી સચિન દીક્ષિતને લઈને તપાસ ચલાવી રહી છે. મહેંદી હત્યા કેસના આરોપી અને પ્રેમી સચિન દીક્ષિતને લઈને પોલીસ આજે વડોદરાના એ ફ્લેટ પર પહોંચી હતી જ્યાં સમગ્ર હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. વડોદરામાં આવેલા દર્શનમ ઓએસિસના ફ્લેટ નંબર જી-102માં પોલીસ સચિન દીક્ષિતને લઈને પહોંચી હતી અને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
ગઈકાલે ગાંધીનગર કોર્ટે સચિન દીક્ષિતને પોતાના શિવાંશને તરછોડવાના કેસમાં જામીન આપ્યા હતા. શિવાંશને તરછોડવાના કેસમાં જામીન મળ્યા બાદ હિના પેથાણી ઉર્ફે મહેંદીની હત્યાના આરોપમાં વડોદરા પોલીસ સચિન દીક્ષિતની ધરપકડ કરી હતી અને ટ્રાન્સફર વોરંટથી તેને વડોદરા લઈ આવી હતી. વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં સચિન સામે મહેંદીની હત્યાનો ગુનો નોંધાયો છે. ત્યારે પોલીસ સચિનને લઈને દર્શનમ ઓએસિસના ફ્લે નંબર જી-102માં પહોંચી હતી. આ જ ફ્લેટમાં સચિને પોતાની પ્રેમિકા મહેંદીનું ગળું દબાવીને હત્યા નિપજાવી હતી અને લાશને બેગમાં પેક કરીને રસોડામાં મૂકી દીધી હતી અને શિવાંશને લઈને ગાંધીનગર આવી ગયો હતો.
પોલીસ હવે આજે સચિનના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ પહેલાં પોલીસ સચિન દીક્ષિતને સાથે રાખીને હત્યાના સ્થળ એટલે કે દર્શનમ ઓએસિસના ફ્લેટ નંબર જી-102 ખાતે હત્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.
બોપલમાં પણ કરાઈ હતી તપાસ
અમદાવાદના બોપલ ખાતે મૃતક હિના ઉર્ફે મહેંદી તેનાં માસા-માસીના ઘરે રહેતી હતી, તેથી સચિન ત્યાં અવાર નવાર જતો હોવાથી ગાંધીનગર પોલીસ દ્વારા આરોપી સચિનને બોપલ ખાતે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો હતો . સોમવારે ગાંધીનગર પોલીસ તેને પેથાપુર ગૌશાળા ખાતે લઈ ગઈ હતી. બોપલની સંગીતા મેટરનિટી હોસ્પિટલ પણ લઈ જવાયો હતો. ઘટના સાથે જોડાયેલા તમામ સ્થળે લઈ જઈને પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ કરી હતી.
મહેંદીની ગળું દબાવી હત્યા કરી
ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળા પાસે ત્યજી દેવાયેલા શિવાંશના પિતા સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટા શહેર ખાતેથી ઝડપી લેવાયા બાદ તેણે શિવાંશની માતા હિના પેથાણી ઉર્ફે મહેંદીનું ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યાર બાદ પોલીસ આરોપી સચિનને લઈને વડોદરાના ખોડિયારનગર ખાતે આવેલા દર્શનમ ઓએસિસ ફ્લેટ ખાતે પહોંચી હતી, જ્યાં બેગમાં પેક કરેલી મહેંદીની લાશ મળી આવી હતી. ઘટનાની વિગત એવી છે કે ગત 8 ઓક્ટોબરે શિવાંશને એક કારમાં ગૌશાળા નજીક રઝળતો છોડી એક વ્યક્તિ જતો રહ્યો. ત્યાર બાદ પોલીસે સીસીટીવીના આધારે તેની શોધખોળ શરૂ કરતાં બાળકને તરછોડનાર તેનો જ પિતા સચિન દીક્ષિત નીકળ્યો હતો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત