Homeગુર્જર નગરીતમે તલાટી છો? કે તમારા ગામનો તલાટી ગેરહાજર રહે છે? તો આ...

તમે તલાટી છો? કે તમારા ગામનો તલાટી ગેરહાજર રહે છે? તો આ સમાચાર તમારા માટે છે, સરકારે કરી છે લાલ આંખ

Team Chabuk-Gujarat Desk: કોઈ સરકારી કામ કરાવવા જાવ ત્યારે એક ધ્રુપદ વાક્ય વારંવાર કાને અથડાય કે, ‘સાહેબ ગેરહાજર છે કે સાહેબ રજા ઉપર છે.’ સરકારી કર્મચારીઓની આવી ગુટલીબાજીના કારણે જનતા તંગ આવી જાય છે. જનતા માટે તો ખાવા પીવા એક જ સાહેબ હોય એટલે રોજ રોજના ધક્કા ખાય અને સાહેબ આવે ત્યારે જ કામ પૂર્ણ થાય. ગાંધીનગરમાં મંત્રીમંડળ બદલતાની સાથે હવે ગેરહાજર રહેનારા તલાટી મંત્રીઓ પર તવાઈ બોલાશે.

advertisement-1

ગેરહાજરીનું સૌથી વધારે પ્રમાણ છે તલાટી મંત્રીઓમાં. જેના કારણે ગામડાના લોકોને ભોગવવું પડે છે. એક તો તલાટીની ખાલી પડેલી જગ્યાઓ માથાનો દુખાવો અને બીજી બાજુ તલાટીઓ કામનું અત્યાધિક ભારણ હોવાના કારણ આગળ ધરી પંચાયતોમાં હાજર રહેતા ન હોય લોકોના રોજિંદા કાર્યો થતાં નથી. પણ હવે આ નહીં ચાલે.

advertisement-1

પંચાયત વિભાગ દ્વારા પંચાયતોમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી હવે પહેલા જેવું લોલમલોલ નહીં ચાલે. તલાટીઓએ હાજરી પણ પૂરાવવી પડશે અને પંચાયતમાં પણ ફરજીયાતપણે હાજરી નોંધાવવી પડશે. તલાટીઓની રોજબરોજની ગેરહાજરીથી પરેશાન થઈ આખરે પંચાયત વિભાગ દ્વારા બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવાનું એલાન કરવામાં આવ્યું છે.  

advertisement-1

બાયોમેટ્રિકના કારણે જ રાજ્યભરના તલાટી મંત્રીઓએ સરકાર સામે લાલ આંખ કરી હતી. જેના કારણે સરકારે ઢીલું વલણ દાખવવું પડ્યું હતું. પણ હવે ગાંધીનગરમાં નવું મંત્રીમંડળ તેમની ગેરહાજરી સાખી લેવા તૈયાર નથી. આ માટે બાયોમેટ્રિક સિસ્ટમની ફરજિયાત અમલવારી કરશે. જે તલાટીમંત્રીઓ ગેરહાજર રહે છે તેમની વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments