Homeગુર્જર નગરીમહેન્દ્ર ફડદુ આત્મહત્યા કેસઃ સાતેય આરોપીઓ ગાયબ, ફોન પણ સ્વીચ ઓફ

મહેન્દ્ર ફડદુ આત્મહત્યા કેસઃ સાતેય આરોપીઓ ગાયબ, ફોન પણ સ્વીચ ઓફ

Team Chabuk-Gujarat Desk: રાજકોટના બિલ્ડર, યુવી ક્લબના મેનેજિંગ ડાયરેક્ટ અને પાટીદાર અગ્રણી એવા મહેન્દ્ર ફડદુએ બિલ્ડરોના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે ત્યારે આ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહેન્દ્ર ફડદુએ આત્મહત્યા પહેલાં એક સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં રાજકોટ અને અમદાવાદના સાત બિલ્ડરોના નામનો ઉલ્લેખ કર્યો હતો. જેથી પોલીસે આ સાત બિલ્ડરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે પોલીસના હાથમાં હજુ સુધી એક પણ આરોપી આવ્યા નથી. ઘટના બાદ સાતેય આરોપી બિલ્ડર ફરાર છે અને તેઓના ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યા છે.

આ અંગે પોલીસ ચોપડે ગુનો નોંધાયા બાદ પોલીસની અલગ અલગ ચાર ટીમ અમદાવાદ ગઈ હતી. પરંતુ હજુ સુધી એકપણ આરોપીને પોલીસ પકડી શકી નથી. તમામ આરોપીના મોબાઈલ બંધ આવી રહ્યા છે અને આરોપીઓ પણ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

આ આરોપીઓને પકડવા પોલીસની તપાસ તેજ

મહેન્દ્ર ફડદુના પુત્રની ફરિયાદના આધારે પોલીસે રાજકોટના બિલ્ડર એમ.એમ.પટેલ, અમિત ચૌહાણ તેમજ અમદાવાદના અતુલ મહેતા તથા અમદાવાદ ઓઝોન તસ્કની ગ્રુપના ડાયરેક્ટર જયેશ કાંતિલાલ પટેલ, દીપક મણિલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ તથા પ્રણય કાંતિલાલ પટેલ સામે છેતરપિંડી વિશ્વાસઘાત અને આત્મહત્યાની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો છે. આ મામલાની તપાસ કરવા ‘સીટ’ની પણ રચના કરવામાં આવી છે.

મહત્વનું છે કે રાજકોટ શહેરના જાણીતા એડ્વોકેટ, બિલ્ડર અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફડદુએ ગત 2 માર્ચના રોજ 150 ફૂટ રીંગ રોડ પર આવેલી પોતાની કલ્પતરૂ પ્રોજેક્ટની ઓફિસમાં જ ઝેરી દવા પીધા બાદ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા પહેલાં મહેન્દ્ર ફડદુએ એક સ્યુસાઈડ નોટ લખી હતી અને તે તમામ મીડિયાને મોકલી હતી. આ સ્યુસાઈડ નોટમાં ઓઝોન ગ્રુપના બિલ્ડરો દ્વારા 33 કરોડની જમીનના દસ્તાવેજ કરી ના આપતા હોવાથી અને માનસિક ત્રાસ આપતા હોવાથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments