Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં યુવતીઓ સાથે છેડતીના બનાવો અટકવાના નામ નથી લઈ રહ્યા. સુરતમાં બનેલા ગ્રીષ્મા હત્યાકાંડની શાહીના ડાઘ હજુ સુકાયા નથી ત્યાં અમદાવાદમાં એક નબીરાએ ઘરની બહાર ઊભા રહી ઉધમ મચાવ્યું હતું. આ મહાશયે તો પોતાના વસ્ત્રોનો ત્યાગ યુવતી અને તેની માતા સામે કરી નાખ્યો હતો. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે.
બોબી નડિયા નામ
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મહાનગર અમદાવાદના મેઘાણીનગરમાં એક યુવતી રહે છે. યુવતી જ્યારે પણ પોતાના ઘરેથી બહાર નીકળતી હતી ત્યારે બોબી નડિયા નામેરી ટપોરી એની પાસે આવી અભદ્ર ભાષામાં વાતચીત કરતો હતો. યુવતી પોતાની સાથે બની રહેલી હરકતની માતા પિતાને વાત કરતી હતી પરંતુ માતા પિતા સમાજમાં આબરુ ન જાય આ માટે ચૂપ બેઠા હતા.
દરવાજા પર પથ્થરના ઘા કર્યાં
તારીખ બે માર્ચના રોજ આ ટપોરીની હિંમત એટલી વધી ગઈ કે તે યુવતીના ઘરે પહોંચી ગયો હતો. અહીં તેણે ગળુંફાડી ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું. ડરીને યુવતી અને તેની માતા ઘરમાં ચાલ્યા ગયા તો ટપોરી દરવાજા પર પથ્થરોના ઘા મારતો હતો. એનાથી મન ન ભરાયું તો તેણે ડંડો લઈ ડેલીમાં અથડાવી સોસાયટીની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો.
ટપોરી બોબી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
થોડીવારમાં તો ન બનવી જોઈએ એવી ઘટના બની હતી. ટપોરીએ વસ્ત્રોનો ત્યાગ કરી દીધો. આ એ સમયે થયું જ્યારે લુખ્ખા બોબીની હરકતને યુવતી અને તેની માતા કેમેરામાં ઉતારી રહ્યા હતા. ટપોરી બોબીને આ વાતની ભનક લાગી ગઈ અને તેણે ગુપ્તાંગ બતાવી ઈશારા કર્યાં. અંતે યુવતીએ હિંમત એકઠી કરી બોબીને પાઠ ભણાવવા માટે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે બોબી નામના અસામાજિક તત્વને પાંજરે પુરવા ચક્રો ગતિમાન કર્યાં છે.
વીડિયોમાં શું છે?
વીડિયોમાં દેખાય છે કે જીન્સ અને પેન્ટ પહેરેલો ટપોરી બોબી લાકડી લઈ ઘરની બહાર ધસી આવ્યો છે અને અપશબ્દો બોલી રહ્યો છે. પહેલા રસ્તામાં પડેલો પથ્થર ઉઠાવી તે લોખંડના દરવાજામાં જોરથી મારે છે. આ સમયે યુવતી અને તેની માતા ગભરાય જાય છે. હાથમાં રહેલી લાકડીને લોખંડના દરવાજાની આરપાર કરી તે દરવાજો ખોલવાનો પ્રયાસ કરે છે. જ્યારે યુવતીની માતા તેની હરકતનો વીડિયો ઉતારવા પ્રયાસ કરે છે તો બોબી પોતાનું ટી શર્ટ ઉતારવા લાગે છે. ટી શર્ટ ઉતારી ઘરના દરવાજા પર પોતાનો જમણો પગ મૂકી એરિયાનો દાદો હોય તેમ ગાળો ભાંડે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
