Homeગુર્જર નગરીમહીસાગર: રૈયોલીમાં નલ સે જલ યોજનામાં રૂા.૪૯.૬૬ લાખની યોજનાનું ખાતમુહૂર્ત કરાયું

મહીસાગર: રૈયોલીમાં નલ સે જલ યોજનામાં રૂા.૪૯.૬૬ લાખની યોજનાનું ખાતમુહૂર્ત કરાયું

Team Chabuk-Gujarat Desk: ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘નલ સે જલ’ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મુખ્યમંત્રીની આગેવાનીમાં આગામી વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી છે.

advertisement-1

દરેક ઘર સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચે તે માટે પાણી પુરવઠા વિભાગની જલ જીવન મિશન અંતર્ગત ‘નલ સે જલ યોજના’ હેઠળ જિલ્લામાં દરેક ઘરમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ત્યારે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે પણ લોકોનાં ઘર આંગણે શુદ્ધ પાણી પહોંચે  તે માટે પાણી પુરવઠા યોજના જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ કાર્યક્રમ હેઠળ રૂા.૪૯.૬૬ લાખની અંદાજીત કિંમતની યોજનાનું પંચમહાલ સાસંદ રતન સિંહ રાઠોડના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 

advertisement-1

આ પ્રસંગે સાંસદ જણાવ્યું હતું કે, ઘર આંગણે લોકોને નલ સે જલ યોજના અંતર્ગત પાણી મળશે તે  માટે સરકારશ્રીના આ પ્રજાલક્ષી અને વિકાસલક્ષી અભિગમની સરાહના કરી હતી.  આ પ્રસંગે ભૂતપૂર્વ ધારસભ્ય  માનસિંહ ચૌહાણ, યુનિટ મેનેજર એ.જી.રાજપુરા, મેનેજર નિકુંજભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સરપંચ સહિત ગામના લોકોએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments