Team chabuk-gujarat desk: નવી દિલ્હીની એઇમ્સ અને મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં કેન્સરજન્ય રોગોની શ્રેષ્ઠ સારવાર થાય છે. આ દવાખાનાઓમાં પણ જૂજ પ્રમાણમાં થાય છે તેવી એક પ્રોસીજર સયાજી હોસ્પિટલના રેડીએશન ઓંકોલોજી વિભાગમાં સફળતાપૂર્વક કરીને મોટી ઉંમરના દર્દીને તાળવાના કેન્સરજન્ય ચાંદામાંથી લોહીનું ટીપું વહાવ્યા વગર અને વેદના કે આડઅસર વગર મુક્તિ અપાવી છે. આ પ્રોસીજરમાં ડેન્ટલ વિભાગનો પ્રસંશનીય સહયોગ મળ્યો હતો.
આ મોટી ઉંમરના દર્દીને તાળવાના ભાગે કેન્સરજન્ય ચાંદુ થવાને લીધે તકલીફ સર્જાઈ હતી તેવી જાણકારી આપતાં વિભાગના વડા ડો.અનિલ ગોયલે જણાવ્યું કે, રાજ્ય સરકારે કેન્સરની રેડિએશન આધારિત સારવાર માટે ખૂબ અદ્યતન અને મોંઘુ લીનિયર એકસિલેટર મશીન વિભાગમાં સ્થાપિત કર્યું છે.તેની મદદ થી આ દર્દીના તાળવાના ચાંદાનો ઈલાજ કરવાનો અમે નિર્ણય લીધો. સમસ્યા ચાંદાની જગ્યા સુધી મશીનના કેથેટરને પહોંચાડવાની હતી જેમાં સયાજી હોસ્પિટલના દંત રોગ વિભાગના ડો.શોએબ અને તેમની ટીમનો સહયોગ મળ્યો.
આ લોકોએ એક ચોકઠાની રચના કરી જેમાં થઈને કેથેટરને અસરગ્રસ્ત જગ્યા એટલે કે ચાંદા સુધી પહોંચાડીને રેડીએશન થેરાપી થી સફળતાપૂર્વક ચાંદાનું નિવારણ અમે કરી શક્યા છે. કદાચિત ગુજરાતમાં પહેલીવાર આ પ્રોસીજર દ્વારા સફળ સારવાર થઈ છે. તેમણે જણાવ્યું કે, કોઈ શસ્ત્રક્રિયા કરવી પડી નથી, દર્દીના શરીરનું એક ટીપું લોહી વહ્યું નથી.સારવાર લગભગ વેદના રહિત થઈ છે. આડઅસર વગર સારવાર થઈ છે અને દર્દીનું વજન ઘટ્યું નથી. ચેહરાનો દેખાવ પણ પૂર્વવત રહ્યો છે. પેઇનલેસ સારવારથી દર્દીની મુશ્કેલી નીવારવાનો અમને આનંદ છે.
ખાનગી હોસ્પિટલોમાં આવી સારવાર કરાવવી હોય તો મોટો ખર્ચ કરવો પડે. અહીં આ અદ્યતન સારવાર વિનામૂલ્યે થઈ છે. દર્દી પી.એમ.જે.વાયના કાર્ડ ધારક હતા તેથી વધુ સરળતા થઈ. ડો.ગોયલે કહ્યું કે, મોટી ખાનગી કેન્સર હોસ્પિટલો આયુષ્માન અને પી.એમ.જે.વાય.કાર્ડ સ્વીકારતી નથી. એ દવાખાનાઓ જેવુ જ અદ્યતન ઉપકરણ સયાજી હોસ્પિટલના અમારા વિભાગ પાસે હોવાથી દર્દીઓને ખૂબ રાહત થઈ છે.
સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે ડો.ગોયલ અને ડો.શોએબના ટીમ વર્કથી મુંબઈ કે દિલ્હીમાં જ શક્ય છે એવી, કેન્સરની અદ્યતન સારવાર સયાજી હોસ્પિટલમાં ઉપલબ્ધ થયાનો આનંદ વ્યક્ત કરતા સહુ સંબંધિતોને આ સફળતા માટે અભિનંદન આપ્યા છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત