Team Chabuk- Gujarat Desk: વતનનાં કાજે શહીદ થયેલા કોડીનારના વીર જીતેન્દ્ર સોલંકી વિરાંજલી કાર્યક્રમનું કોડીનાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહીદ જવાનની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે જ દેશ માટે શહીદ થયેલા આ વીરની યાદમાં દેશભક્તિ ગીતો, સંગીત સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નામી અને અનામી લોકોએ હાજરી પૂરાવી હતી અને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
કોણ હતા શહીદ જીતેન્દ્ર સોલંકી?
શહીદ જીતેન્દ્ર સોલંકી 5 માર્ચ 2019નાં રોજ શહીદ થયા હતા. જીતેન્દ્ર સોલંકી જ્યારે શહીદ થયા ત્યારે રાજસ્થાનના સુરજગઢના 6006 ઈન્ડેપ આર્મ્ડ વર્કશોપમાં ફરજ બજાવતા હતા. તેઓએ પોતાની ફરજ દરમિયાન દિલ્હી, જમ્મુ-કાશ્મીર, વાઘા બોર્ડર, મણીપુર, ઉતરાયણ, નેપાળ બોર્ડર સહિતની જગ્યાએ 16 વર્ષ સુધી દેશની સેવા કરી હતી. શહીદ જીતેન્દ્ર સોલંકીને પોતાની કર્તવ્ય નિષ્ઠા બદલ નોકરી દરમિયાન ત્રણ મેડલ પણ મળી ચૂક્યા છે. શહીદ જીતેન્દ્ર સોલંકીએ મા ભોમની રક્ષા કાજે પોતાના અમૂલ્ય પ્રાણનું યોગદાન આપીને કોડિનાર પંથકની સાથે સાથે દેશનું પણ ગૌરવ વધાર્યું છે. તેમના પરિવારમાં પત્ની કંચનબેન સોલંકી, 12 વર્ષની દીકરી નિયતી અને 7 વર્ષનો દીકરો હર્ષિત છે.

શહીદના કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટ્યું
કોડીનાર તાલુકાના અરણેજ ગામે અમર શહીદ વીર જીતેન્દ્ર સોલંકીના સ્મારક તેમજ પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. સમારોહના પ્રમુખ સંચાલક જેઠાભાઈ સોલંકી પૂર્વ સંસદીય સચિવ ગુજરાત રાજ્ય, કાર્યક્રમના પ્રમુખ સ્થાને શિક્ષણ નાયબ નિયામક બી. આર. જરગેલા, સમારોહના ઉદઘાટક પી. આઇ. કોડીનાર તાલુકા સંદીપસિંહ ચુડાસમા તેમજ તાલુકા વિકાસ અધિકારી રાણા ઓડેદરા, અરજણભાઈ ભજગોતર, મનસુખભાઈ ગોહિલ, અંબુજા નગરથી લોકનાથ શર્મા, મહેશ ભાઈ વાળા, સુભાષભાઈ ડોડીયા, પી. એસ. ડોડીયા, મણીબેન રાઠોડ, કિરણ સોસા, મહેશભાઈ વાળા, ભીખુભાઈ ગોહિલ, આબીદ શેખ, ભરતભાઈ સોલંકી, બાબુભાઈ ગાધે, સુભાષભાઈ વાઢેળ, સંજય વાળા, ડી. ડી. મકવાણા, રમેશભાઈ વાઢેળ, પ્રતાપભાઈ રાઠોડ, માનસિગભાઈ વાઘેલા, ગોરધનભાઈ રાઠોડ, રામસિંગભાઈ સોસા, માનસિગભાઈ સોલંકી, પ્રતાપભાઈ વાઢેળ, રમેશભાઈ ગાધે અને ક્યુમ જુણેજા, વિજયભાઈ વાઢેળ, ભરતભાઈ કાતીરા તેમજ અનેક નામી અનામી અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે નિવૃત આર્મીમેન પ્રમુખ ગીર સોમનાથ જિલ્લા રામભાઈ સારીયા, રમેશભાઈ પરમાર, ભાવેશભાઈ ગોસ્વામી તેમજ ભાવનગર જિલ્લામાંથી ઉપસ્થિત પ્રદીપસિંહ ગોહિલ, ઉના આર્મી ગ્રુપ, કોડીનાર આર્મી ગ્રુપ, એક્સ કોડીનાર આર્મી ગ્રુપ તેમજ ગુજરાતભરમાંથી પધારેલા ફૌજી જવાનો, સમસ્ત અરણેજ ગામના સર્વ સમાજના ભાઈઓ, બહેનો અને વડીલો તેમજ બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ઉપરાંત કોડીનાર અને ગીર સોમનાથ જિલ્લાના સામાજિક સંગઠનો, રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ શહીદ પરિવારને દાન કરનાર દાતાશ્રી દિપુભાઈ પઢીયાર, હરિભાઇ પઢીયાર, બાબુભાઈ ગાધે તથા વિશાલભાઈ ગાધે ગામ વડનગર સહ પરિવાર દ્વારા શહીદ પરિવારના શિક્ષણ અર્થે દાન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ કે. જી. બી. વી. ની બાળાઓ દ્વારા રજૂ કરી શોભામાં અભિવૃદ્ધિ કરવામાં આવી હતી. તેમજ જિલ્લાના અગ્રગણ્ય પત્રકાર મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમને સુસારુ રીતે સફળ બનાવનાર સમગ્ર કાર્યક્રમને જીવંત કરી આપનાર જયાબેન ગોહિલ, રાજેશ સોલંકી, દુર્લભભાઈ સોલંકી, રામસિંગભાઈ સોલંકી, વજુભાઈ સોલંકી, માનસિગભાઈ સોલંકી,અને સમગ્ર આયોજક ટીમસમગ્ર કાર્યક્રમમાં હાજર મહેમાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં તે બદલ તેમનો શહીદ પરિવાર હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. શહીદના સન્માન વિરાંજલી કાર્યક્રમ માં હેમંત પરમાર, દિનેશ વાણવી, સેજલ ગોસ્વામી તથા સમગ્ર ગાયક કલાકાર ટીમ દ્વારા દેશ ભક્તિ ગીતોની રમઝટ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અરણેજ ગામના તેમજ કોડીનાર તાલુકા અને ગીર સોમનાથ જિલ્લાના સર્વ સમાજના લોકો, સામાજિક, રાજકીય અગ્રણીઓ તેમજ સર્વે ભાઈઓ – બહેનો તેમજ કર્મચારીઓ, અધિકારીઓ અને રાષ્ટ્ર પ્રત્યે, શહીદો પ્રત્યે પુષ્પાંજલિ અર્પણ કરવા ખૂબ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

આજના આ ભવ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રની સેવામાં શહીદ થનાર જવાન માટે અરણેજ ગામના લોકોની રાષ્ટ્ર ભક્તિ, એકતા નજરે પડ્યા હતાં. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન લોકો શહીદના સન્માનમાં ઉપસ્થિત રહી એક નવો ઇતિહાસ રચ્યો હતો. સમગ્ર કોડીનાર પંથકમાં શહીદના સન્માનનો વિરાંજલી કાર્યક્રમ એક લોક ચર્ચાનો વિષય તો બન્યો જ તે ઉપરાંત સદભાવનાનું ઉતમ ઉદાહરણ પુરવાર થયું હતું.
સમાચાર, રાજકારણ, સાહિત્ય, સિનેમા, પ્રવાસ, રમત-જગત સહિતના વિવિધ વિષયો પર બનતી ઘટનાઓના રસપ્રદ અને હળવીશૈલીમાં લખાયેલા લેખ અને સમાચાર વાંચવા આજે જ THE CHABUK વેબસાઈટના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરો.
ફેસબુક પેઈજ- https://www.facebook.com/Thechabuk
ટ્વિટર એકાઉન્ટ- https://twitter.com/thechabuk
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ- https://www.instagram.com/thechabuk/
ટેલિગ્રામ ચેનલ- https://t.me/TheChabuk
વોટ્સએપ ગ્રુપ લિંક- https://chat.whatsapp.com/HY3J67V9bjG35HY4GLwm7o
યુટ્યુબ ચેનલ લિંક- https://www.youtube.com/channel/UCe7OEnP31DInRLiqKiCfuLA
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત