Homeદે ઘુમા કેભારતે મેચ અને સિરીઝ બંને કબજે કરી પરંતુ આ ખેલાડી થયો નિરાશ

ભારતે મેચ અને સિરીઝ બંને કબજે કરી પરંતુ આ ખેલાડી થયો નિરાશ

Team Chabuk- Sports Desk: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી સિરીઝની ચોથી ટેસ્ટ મેચ ભારતે 1 ઈનિંગ અને 25 રને જીતી લીધી છે. ઈંગ્લેન્ડની ટીમ માત્ર 135 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચની સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ પણ 3-1થી પોતાના નામે કરી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પણ પહોંચી ગઈ છે. 18મી જૂને લોર્ડ્સના મેદાનમાં ભારત અને ન્યૂઝિલેન્ડ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ટકરાશે.

ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત સૌથી સફળ રહ્યું છે. ભારતે 21માંથી સૌથી વધારે 12 મેચ જીતી છે. ઈંગ્લેન્ડ 11 જીત સાથે બીજા નંબરે રહી. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં 6 સિરીઝમાંથી 5 જીતી છે. એકમાં ન્યૂઝીલેન્ડ સામે હાર મળી છે.

‘A’ સામે ધ્વસ્ત અંગ્રજી ટીમ

ભારત તરફથી અક્ષર પટેલ અને આર.અશ્વિને અંગ્રેજ ટીમના ખેલાડીઓને પીચ પર ટકવાનો મોકો ન આપ્યો. અક્ષર પટેલ અને આર.અશ્વિને ઈનિંગમાં પાંચ-પાંચ વિકેટ લીધી હતી.

ઈંગ્લેન્ડના બેટ્સમેન ભારતીય બોલર્સ સામે ટકી ન શક્યા. ઈંગ્લેન્ડના સાત બેટ્સમેન તો ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શક્યા ન હતા. ઈંગ્લેન્ડના સલામી બેટ્સમેન ઝેક ક્રોલી અને ડી સિબ્લે અનુ ક્રમે 5 અને 3 રન બનાવી પવેલિયન પરત ફર્યા હતા. આક્ષરની આ ઈનિંગમાં પણ પાંચ વિકેટથી તે સતત પાંચ ઈનિંગમાં ચાર કે તેથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે.

અશ્વિનની વધુ એક સિદ્ધી

આર.અશ્વિને પણ વધુ પાંચ વિકેટ લઈ વધુ એક સિદ્ધિ પોતાના નામે નોંધાવી લીધી છે. આર.અશ્વિન પહેલો એવો બોલર બન્યો છે જેણે ટેસ્ટ સિરીઝમાં બે વાર 30થી વધુ વિકેટ લીધી હોય. અશ્વિને આ સિરીઝમાં કુલ 31 વિકેટ ઝડપી છે.

ઈંગ્લેન્ડનું પ્રદર્શન શરૂઆતથી જ નબળુ

ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ ખરાબ રહી હતી. ઈંગ્લેન્ડના 205 રનની સામે ભારતે 365 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમ માટે પ્રથમ ઇનિંગ્સમાં ઋષભ પંતે 101, વોશિંગ્ટન સુંદરે અણનમ 96, રોહિત શર્માએ 49 અને અક્ષર પટેલે 43 રન બનાવ્યા હતા.

જ્યારે, ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 4 વિકેટ ઝડપી છે. આ સિવાય જેમ્સ એન્ડરસનને 3 અને જેક લીચે 2 વિકેટ લીધી હતી. સુંદરે ટેસ્ટમાં તેનો શ્રેષ્ઠ સ્કોર બનાવ્યો છે. આ પહેલા તેણે આ જ સિરીઝની ચેન્નઈ ટેસ્ટમાં અણનમ 85 રન બનાવ્યા હતા.

વોશિંગ્ટન સુંદર પહેલી સદી ચુક્યો

આ પહેલાં વોશિંગ્ટન સુંદર માત્ર ચાર રને શતક ચુકી ગયો હતો. 174 બોલમાં સુંદરે 96 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની છેલ્લી ત્રણ વિકેટ ઝડપથી પડી જતાં સુંદરને નુકસાન થયું હતુ. ભારતે છેલ્લી 3 વિકેટ માત્ર પાંચ બોલમાં ગુમાવી દીધી હતી. શતકથી ચુકી જતાં સુંદર નિરાશ થયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments