Homeગુર્જર નગરીમહેસાણામાં રીક્ષા અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

મહેસાણામાં રીક્ષા અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

Team Chabuk-Gujarat Desk: મહેસાણા જિલ્લાના સતલાસણા ગોઠડા હાઈવે પર ગમખ્વાર અક્સ્માતની ઘટના બની છે. રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. આ અક્સ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના થયા મોત થયા છે જ્યારે પાંચ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

વિગતો અનુસાર સતલાસણાથી પેસેન્જર રીક્ષા મુસાફર ભરી જતી હતી તે દરમિયાન પેસેન્જર રીક્ષાને ટ્રકે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે, ઘટના સ્થળ પર જ 3 લોકોએ દમ તોડી દીધો હતો. અકસ્માતની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને 108ની મદદથી હોસ્પિટલ લઈ જવાયા હતા. અકસ્માતની ઘટનાને પગલે અફરા તફરી મચી જવા પામી હતી. અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. અકસ્માતની ઘટનાને પગલે પોલીસની ટીમ પણ દોડી આવી હતી.

Accident

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments