Homeગુર્જર નગરીચાલો મદદ કરીએ... અમરેલીના વડીયાના ખેડૂત પરિવારની 4 માસની બાળકીને SMA-1 બીમારી,...

ચાલો મદદ કરીએ… અમરેલીના વડીયાના ખેડૂત પરિવારની 4 માસની બાળકીને SMA-1 બીમારી, 17.5 કરોડના ઈન્જેક્શન માટે માંગી મદદ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં બેટી બચાઓ બેટી પઢાઓ સરકારના અભિયાન વચ્ચે અમરેલી જિલ્લાના વડીયા ગામના શ્રમિક ખેડૂત પરિવારની લાડલી વૃંદાની સારવાર માટે સોશિયલ મીડિયા થકી વ્હાલી દીકરી વૃંદાના માતાપિતાએ જીવ બચાવવા માટે મદદની ભીખ માગી રહ્યા છે

કેટલીક બિમારીઓ એવી હોય છે કે જેની સારવાર વિદેશમાં જ થઇ શક્તી હોય છે અને તેનો ખર્ચો એટલો હોય છે કે જેની કલ્પના પણ પરિવાર કરી શક્તો નથી. સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઇપ-વન નામની આનુવંશિક બીમારી લાખોમાં એકાદ બાળકને જેાવા મળે છે. જે વડીયાના એક શ્રમિક ખેડૂત પરિવારની 4 માસની બાળકી વૃંદાને થઈ છે જેનો ખર્ચો આ શ્રમિક ખેડૂત પરિવાર ઉઠાવી શકે તેમ નથી. જોકે સરકાર દ્વારા બેટી પઢાઓ બેટી બચાઓ અભિયાન શરૂ કરાયા છે એમની વચ્ચે આ 4 માસની વૃંદાના માતપિતાએ ગુજરાતની જનતા પાસે સોશિયલ મીડિયામાં મેસેજો મૂકીને મદદ માંગી રહ્યા છે. વૃંદા હિરપરાની સારવાર માટે પરિવારને 17.5 કરોડ રૂપિયાની જરૂર છે.

vrunda hirapara

અમરેલી જિલ્લાના વડીયા ગામના રહેવાસી નિકુંજભાઈ હિરપરા અને પત્ની ચંદ્રીકાબેન હિરપરા ઘરે ચાર મહિના પહેલાં પુત્રીનો જન્મ થયો હતો અને જેનો પરિવારને આનંદ હતો પણ એ આનંદ ક્ષણિક સાબિત થયો હતો. વૃંદા આનુવંશિક બીમારી એવી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી-ટાઇપ- વનનો શિકાર બની હોવાનું નિદાન થયું હતું. આ બીમારીનું નામ જાણીને શ્રમિક ખેડૂત પરિવાર હતપ્રભ રહી ગયો અને આટલી બધી રકમ ક્યાંથી લાવવી તે પ્રશ્ન ઉદભવ્યો હતો. વૃંદાને બચાવવા માટે શ્રમિક ખેડૂત પરિવાર આટલી રકમ કાઢી શકે તેવી સ્થિતિમાં નથી ત્યારે પરિવારે સોશિયલ મીડિયા મારફતે વૃંદાને બચાવવા માટે મદદ માંગી છે. વૃંદાની બીમારીની સારવાર વિદેશમાં જ થઈ શકે છે અને તેના ઇન્જેક્શન મોંઘા આવે છે. જેનો ખર્ચો રૂપિયા 17.5 કરોડ થવા જાય છે. વૃંદાના પરિવારે લાડલી વૃંદાની સારવાર થાય તે માટે મિત્રો અને સામાજિક સંસ્થાઓ તેમજ સેવાભાવી વ્યક્તિઓ તેમજ જાહેર જનતા પાસે મદદની ગુહાર લગાવી છે.

આ માટે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ખાસ સહાય કરવા રજૂઆત કરી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments