Team Chabuk-Gujarat Desk: છેલ્લા કેટલાય સમયથી વડોદરાના પીઆઈ એ.એ.દેસાઈના પત્ની સ્વીટી દેસાઈના (Sweety) ગાયબ (Disappearance) થવાનો કોયડો ઉકેલાતો જ નથી. રહસ્યમય સંજોગોમાં અચાનકથી ગાયબ થઈ ગયેલા સ્વીટી દેસાઈની શોધખોળમાં પોલીસ દિવસ રાત લાગેલી છે અને આ શોધખોળ દરમ્યાન પોલીસને દહેજથી સળગી ગયેલા હાડકા હાથ લાગ્યા છે.
આ સમગ્ર શોધખોળનો આરંભ સ્વીટી બહેનના ભાઈ દ્વારા નોંધવવામાં આવેલી ફરિયાદ અને ઉપરથી માતાની શોધ માટે પુત્રએ સોશિયલ મીડિયા દ્વારા અભિયાન વહેતું કરતા આ કેસ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ શોધખોળ દરમ્યાન પોલીસને નિર્માણાધીન હોટલના પાછળના ભાગેથી હાડકા (Bones) મળ્યા છે. જેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. ફોરેન્સિક સાયન્સની રિપોર્ટ બાદ જ આ સ્વીટી પટેલ છે કે કોઈ અન્ય તે અંગેની જાણકારી મળશે.
પોલીસને મળેલા આ હાડકાં બળેલી (Burnt) હાલતમાં હતા. જેથી આ કોઈ મનુષ્યના છે કે પશુના છે એ નક્કી કરી શકાયું નથી. જેથી પોલીસે ફોરેન્સિકમાં આ હાડકાં મોકલી આપ્યા છે. જ્યાં આ અંગેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મહત્વનું છે કે પી.આઈ દેસાઈના 37 વર્ષીય પત્ની સ્વીટીબહેન દેસાઈ કરજણમાંથી રહસ્યમયી સંજોગોમાં છેલ્લા 36 દિવસથી ગાયબ છે. આ અંગે સ્વીટીબહેનનાં ભાઈ જયદીપ મહેન્દ્રભાઈ પટેલની ફરિયાદના આધારે પોલીસ તપાસ શરૂ થઈ છે. ફરિયાદમાં લખવામાં આવ્યું હતું કે 6 જૂનનાં રોજ તેઓ પુત્ર અંશને છોડી ક્યાંક જતાં રહ્યા છે.
આ કેસમાં ચર્ચાસ્પદ વળાંક ત્યારે આવ્યો હતો કે જ્યારે ખબર પડી કે સ્વીટી બહેનને તેમના પહેલા પતિથી 17 વર્ષનો દીકરો છે. જે ઓસ્ટ્રેલિયામાં રહે છે. તેનું નામ રિધમ છે. તેના મમ્મી ગાયબ થઈ જતા તેણે સોશિયલ મીડિયા પર કેમ્પેઈન શરૂ કર્યું હતું. પોલીસે પણ પોતાની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 17 બિનવારસી મૃતદેહોની તપાસ કરી છે. જોકે તેમાં સ્વીટી પટેલની કોઈ કડી હાથ નથી લાગી.
જણાવી દઈએ કે વર્ષ 2015માં એક માઈન્ડ વર્કશોપ દરમ્યાન સ્વીટી પટેલ અને પીઆઈ દેસાઈની મુલાકાત થઈ હતી. 2013માં સ્વીટીએ પોતાના પ્રથમ પતિથી છૂટાછેડા લઈ લીધા. આખરે પરિચય પાંગર્યા બાદ 2016માં તેઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત