Team Chabuk-Gujarat Desk: સુરતમાં દાદાની ઉંમરના વ્યક્તિએ પૌત્રીની ઉંમરની બાળકી સામે બિભત્સ હરકતો કરી. શહેરના લિંબાયતમાં એકલવાયુ જીવન જીવતો આધેડ પોતાના ઘરે ટીવી જોવા આવતી 8 વર્ષીય બાળકી સામે નગ્ન થઈ ગયાનો આરોપ છે. જો કે, બાળકીની માતા તેણીને શોધતી શોધતી આધેડના ઘરે આવી પહોંચતી બાળકી સાથે કુકર્મની ઘટના બનતા રહી ગઈ હતી.
મૂળ યુપીનો વતની અને સુરતમાં લિંબાયતમાં રહેતો દત્તુ નામદેવ એકલવાયું જીવન જીવે છે. તે મજૂરીકામ કરી વતનમાં પરિવારનું ગુજરાન ચલાવે છે. આજુબાજુમાં રહેતા નાના બાળકો દત્તુના ઘરે ટીવી જોવા માટે જતા હતા. દરમિયાન દત્તુની સામે જ રહેતી 8 વર્ષની બાળકી પણ ત્યાં ટીવી જોવા ગઈ હતી તેના પર દત્તુએ નજર બગાડી હતી.
બુધવારે દત્તુએ બાળકીના કપડા કાઢી નાંખી, પોતે પણ નગ્ન થઇ ગયો હતો. બાળકીને પલંગ ઉપર સૂવડાવી પોતે તેની ઉપર સૂઇ ગયો હતો. જો કે, બાળકીની માતા આવી ગઈ હતી જેમાં દત્તુની મેલી મુરાદો ખુલ્લી પડી ગઈ હતી.

આધેડને આપત્તીજનક સ્થિતિમાં જોઈને મહિલા રોષે ભરાઈ હતી. સાથે જ બળકીને તેની પાસેથી છોડાવી બૂમાબૂમ કરી હતી. જેથી આસપાસના લોકો આવી ગયા હતા અને નરધમ દત્તુને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરાઈ હતી અને આરોપીને પોસીસને સોંપી દેવાયો હતો. હાલ પોલીસે આરોપી દત્તુ વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
