Homeગુર્જર નગરીઆ જિલ્લાઓમાં મેઘરાજા કરી શકે છે તોફાની બેટિંગ, શું છે આજની વરસાદની...

આ જિલ્લાઓમાં મેઘરાજા કરી શકે છે તોફાની બેટિંગ, શું છે આજની વરસાદની આગાહી ?

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. શરૂઆતમાં જ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ગુરુવારે વરસાદની ધમાકેદાર ઈનિંગ બાદ આજે પણ મેઘરાજા ગુજરાતને ધમરોડી શકે છે.

હવામાન વિભાગનું માનીએ તો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે, હાલ ત્રણ સિસ્ટમની અસર ગુજરાત પર થઈ રહી છે. આગામી બે દિવસ પછી વરસાદના જોરમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે.

આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, નર્મદા, તાપીમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના રાજ્યના અન્ય ભાગોમાં કે 2-3 જુલાઈએ ભારે વરસાદની આગાહી નથી.
આ તરફ જખૌ, માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરના માછીમારોને આગામી ચાર દિવસ માટે ચેતવણી આપવામાં આવી છે. મૂળ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચન અપાયું છે.

Today Rainfall Predictiion

ગુરુવારે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

સૌરાષ્ટ્રમાં ચારેતરફ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો. વરસાદને પગલે પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને માધવરાય મંદિર પણ પાણીમાં ગરકાવ થયુ હતું. ચાલુ વર્ષે પ્રથમ વરસાદમાં જ માધવરાય મંદિર જળમગ્ન થયું હતું.

છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેરમાં સૌથી વધુ સાડા દસ ઈંચ વરસાદ વરસ્યો. આ ઉપરાંત સુરતના મહુવામાં 7.5 ઈંચ, તાપીના વાલોડ અને વ્યારામાં 7 ઈંચ તેમજ ડોલવણમાં 6 ઈંચ વરસાદ નોંધાયો. આ તરફ ગીર સોમનાથના ઊનામાં 4 ઈંચ વરસાદ નોંધાયો.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments