Team Chabuk-Gujarat Desk: અમદાવાદથી બેંગલુરુ માટે ઉડાન ભર્યા બાદ અકાસા એરની ફ્લાટમાં ઉડાન દરમિયાન એક આધેડ વયનો મુસાફર બીડી પીવા લાગ્યો હતો. જેને લઈને ફ્લાઈટમાં બેસેલા તમામ લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.
મદાવાદથી ફ્લાઈટે ટેક ઓફ કર્યા બાદ આધેડ શૌચાલયમાં ગયા અને બીડી ફૂંકવા લાાગ્યા. જો કે, કેબિન ક્રૂએ તેમને બીડી પીતા ઝડપી લીધા બાદ જોવા જેવી થઈ હતી અને તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.
જો કે, ત્યારબાદ બેંગલુરુમાં લેંડિંગ બાદ પોલીસે આરોપીનું સ્વાગત કર્યું હતું ! લેંડિગ બાદ બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તરત જ આરોપીની ધરપકડ કરી લેવાઈ હતી. આ અંગે મુસાફરે લૂલો બચાવ કર્યો હતો કે, તે પહેલી વાર વિમાનમાં બેઠો હતો. ખબર નહોતી કે, બીડી ન પીવી જોઈએ. આરોપીએ કહ્યું કે, તે હંમેશા ટ્રેનમાં મુસાફરી કરતો હતો અને શૌચાલયમાં બીડી પીતો હતો. તેવી જ રીતે વિમાનના શૌચાલયમાં પણ બીડી પી શકાતી હશે.

ધરપકડ કરાયેલા મુસાફરની ઉંમર 56 વર્ષ છે. જે મૂળ રાજસ્થાનના મારવાડ વિસ્તારનો વતની છે. ધરપકડ બાદ આરોપીને બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં મોકલી દીધો હતો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા તપાસ દરમિયાન બીડીની ખબર ન પડી, મુસાફરે તેને વિમાનમાં પહોંચાડી દીધી. આ સુરક્ષામાં મોટી ચૂક છે. બીડી તો સરળતાથી પકડાઈ જાય. તપાસમાં ભૂલ થઈ છે. આ પ્રકારની ભૂલ દુર્ઘટનાનું કારણ બની શકે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત