Team Chabuk-Gujarat DesK: કોરોના મહામારી ગામડાઓમાં પણ ઝડપથી પ્રસરી રહી છે. ગામડાઓમાં અનેક લોકો કોરોનાતી સંક્રમિત થઈ રહ્યા છે. ઘણા દર્દીઓને ગામડાઓમાંથી શહેરોમાં સારવાર માટે આવવું પડી રહ્યું છે. આ કોરોના મહામારીમાં જ્યારે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો ફુલ થઈ છે ત્યારે આજે વેરાવળના આજોઠામાં તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા સંચાલિત ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.
આજે કોરોના મહામારીએ સમગ્ર દેશમાં ભરડો લીધો છે અને આ મહામારીમાં સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો દર્દીઓથી ફુલ થઈ જતાં લોકો લાઇનમાં ઉભા જોવા મળે છે. ત્યારે ગીર સોમનાથમાં લોકોને આ મહામારીની વચ્ચે લાઇનમાં ન રહેવું પડે અને ખૂબ જ સરળતાથી સારવાર મેળવી શકે તે માટે આજોઠા ગામમાં કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ શરૂ કરાઈ છે.
ગરીબ અને મધ્યમ વર્ગની સેવાના હેતુને ધ્યાનમાં રાખી ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા આજોઠા ગામે તેમના પરિવારના દિવંગત આત્માઓની શાંતિ અર્થે 50 બેડની ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.
આજ રોજ ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા આ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 50 બેડની આ હોસ્પિટલમાં 25 બેડ આઈસોલેશનના અને 25 ઓક્સિજન બેડની વ્યવસ્થા પણ કરાઈ છે. આ ઉપરાંત 1 M.D ડોક્ટર 3 M.B.B.S ડોક્ટર અને 22 નર્સિંગ સ્ટાફની સુવિધા છે જે લોકોની સેવા માટે 24 કલાક કાર્યરત રહેશે. હોસ્પિટલમાં દર્દીને લેવા અને મૂકવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ આપવામાં આવશે.
આ હોસ્પિટલમાં દર્દી પાસેથી કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં. આ ઉપરાંત દર્દી માટે સવારે ઉકાળો, બપોરે નાળિયેલ પાણી, જ્યુસ, સાંજે હળદર વાળું દૂધ આ ઉપરાંત નાસ્તો અને જમવાની તમામ વ્યવસ્થા ફ્રીમાં આપવામાં આવશે.
દર્દી સાથે આવેલા સગાઓ માટે ચોવીસ કલાક નાસ્તો અને જમવાનું ફ્રીમાં આપવામાં આવશે. ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા શરૂ કરાયેલી આ ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા, મ્યૂઝીક સિસ્ટમની સુવિધાઓ પણ છે.
તાજેતાજો ઘાણવો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?
- પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ થતાં 10 લોકોના મોતની આશંકા, યોગી સરકાર એક્શનમાં