Homeસિનેમાવાદભાઈની ફિલ્મ ‘રાધે’એ રિલીઝ થતાં જ ધમાકો મચાવ્યો, zee5નું સર્વર ક્રેશ કરી...

ભાઈની ફિલ્મ ‘રાધે’એ રિલીઝ થતાં જ ધમાકો મચાવ્યો, zee5નું સર્વર ક્રેશ કરી નાખ્યું

Team Chabuk-Entertainment Desk: બોલિવુડના ભાઈજાન સલમાન ખાનની ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈની રાહ ફેન્સને લાંબા સમયથી હતી. ફેન્સના આ ઇંતજાર પર પૂર્ણવિરામ મૂકતા મેકર્સે ઈદના ખાસ દિવસે આ ફિલ્મ રિલીઝ કરી દીધી છે. સિનેમાઘર બંધ હોવાથી આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. મેકર્સ દ્વારા ઝી પ્લસ પર આ ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે. વર્ષ 2019માં આવેલી ફિલ્મ દબંગ-3 પછી સલમાન ખાન હવે પોતાના ફેન્સ માટે વધુ એક મસાલા ફિલ્મ લઈને આવ્યા છે. જેના કારણે સલમાન ખાનના ફેન્સમાં રોમાંચ જોવા મળી રહ્યો છે. ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ યુઝર્સ એક સાથે ઝી ફાઈવ (ZEE5) પર તૂટી પડ્યા હતા. જેના કારણે ZEE5 એપ્લિકેશનનું સર્વર ક્રેશ થઈ ગયું.

ZEE5 એપ્લિકેશનનું સર્વર ક્રેશ થઈ જતાં ઉપયોગકર્તા પરેશાન થઈ ગયા અને તમામ લોકો ટ્વિટ કરીને ફરિયાદ કરવા લાગ્યા હતા. ઘણા લોકો તો સલમાન ખાનને પણ ટેગ કરીને ફિલ્મ ન જોઈ શકવાની ફરિયાદ કરવા લાગ્યા હતા. જેના કારણે ટ્વિટર પર સલમાન ખાન અને ZEE5 ટ્રેન્ડ કરવા લાગ્યા.

ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ ZEE5 એપ્લિકેશન પર મોટી સંખ્યામાં યુઝર્સ વિઝીટ કરવા લાગ્યા જેના કારણે એપ્લિકેશનનું સર્વર લોડ ન લઈ શક્યું અને ક્રેશ થઈ ગયું. જો કે ZEE5ની ટીમે આ વાતને ગંભીરતાથી લઈને તુરંત જ કામ શરૂ કરી દીધું અને લગભગ એક કલાક બાદ એપ્લિકેશનનું સર્વર બરાબર રીતે કામ કરવા લાગ્યું.

ઓટીટી પ્લેટફોર્મ પર આ પ્રકારે એપ્લિકેશન ક્રેશ થવાની ઘટનાઓ પહેલા પણ બની ચુકી છે. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારા જ્યારે હોટસ્ટાર પર રિલીઝ થઈ ત્યારે હોટસ્ટારનું સર્વર ક્રેશ થઈ ગયું હતું. તે વખતે પણ એક સાથે મોટી સંખ્યામાં યુઝર્સ લોગ ઇન કરવા લાગ્યા હતા. આવી જ સમસ્યા આજે ZEE5 એપ્લિકેશનમાં જોવા મળી હતી.

એક તરફ ZEE5ના સર્વરમાં મુશ્કેલી સર્જાઈ હતી તો બીજી તરફ કેટલાક યુઝર્સ ZEE5 પ્રીમિયમ પર ફિલ્મ રાધે ન દેખાતી હોવાની ફરિયાદ કરવા લાગ્યા. જે લોકો પાસે ZEE5 એપ્લિકેશનનું સબસ્ક્રિપ્શન છે તેઓએ પણ ફિલ્મ જોવા માટે અલગથી ચાર્જ આપવો પડશે. દર્શકો આ અંગેની ફરિયાદ પણ ટ્વિટર પર કરી રહ્યા છે. મહત્વનું છે કે આ ફિલ્મના તમામ રાઈટ્સ ઝી સ્ટૂડિયોએ ખરીદી લીધા છે. ફિલ્મ માટે ઝી સ્ટૂડિયોએ 170 કરોડ રૂપિયા ચુકવ્યા છે. આ ફિલ્મનો પ્રોડ્યુસર ખુદ સલમાન ખાન છે. તેણે ફિલ્મના સંપૂર્ણ રાઈટ્સ ઝી સ્ટૂડિયોને વેચીને નફો રળી લીધો છે. પહેલાં પ્રોડ્યુસર અને ઝી સ્ટૂડિયો વચ્ચે 230 કરોડ રૂપિયામાં ડીલ થઈ હતી પરંતુ હાલ સિનેમાઘરો બંધ હોવાથી 170 કરોડમાં ડીલ ફાઈનલ થઈ હતી.

ઝીને પણ થશે ફાયદો

રાધે ફિલ્મના રાઈટ્સ ખરીદવાથી ઝી ગ્રુપને પણ મોટો ફાયદો થવાનો છે. ઓવરસીઝ રાઈટ્સ, ડીટીએચ પ્લેટફોર્મ પરથી કમાણી તથા સ્પોન્સરશિપમાંથી ઝી ગ્રુપને કમાણી થશે. આવનારા સમયમાં આવકના અન્ય સોર્સથી પણ નફો થશે. સૌથી મોટો ફાયદો ઝીની એપ્લિકેશનના સબસ્ક્રિપ્શનમાં વધારો થશે.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments