Homeગામનાં ચોરેપોલીસને મોટી સફળતાઃ કરનારમાંથી પિસ્તોલ અને કારતૂસ સાથે 4 આતંકી ઝડપાયા

પોલીસને મોટી સફળતાઃ કરનારમાંથી પિસ્તોલ અને કારતૂસ સાથે 4 આતંકી ઝડપાયા

Team Chabuk-Gujarat Desk: હરિયાણાના કરનાલ જિલ્લા પોલીસે આજે એક મોટું ઓપરેશન પાર પાડીને ચાર આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. હરિયાણાના કરનાલથી જિલ્લા પોલીસે 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પકડાયેલા ચાર આતંકીઓ પાકિસ્તાનમાં છુપાયેલા બબ્બર ખાલસા (ખાલિસ્તાની સંગઠન) સાથે જોડાયેલા આતંકીઓ પાસેથી હથિયાર મળી આવ્યા છે. આ ચાર આતંકીઓ ખાલિસ્તાની આતંકી હરવિંદર સિંહ ઉર્ફે રિંડા સાથે જોડાયેલા છે અને તેણે પાકિસ્તાનથી ફિરોજપુર ડ્રોનથી હથિયાર મોકલ્યા અને જ્યાં આતંકનું કન્સાઈન્મેન્ટ પહોંચાડવાનું હતું તેનું સરનામું આપ્યું હતું.

આ આતંકીઓ પાસેથી એક પિસ્તોલ, 31 કારતૂસ અને 3 IED અને 1.30 લાખ રૂપિયા મળી આવ્યા છે. આઈબીની સૂચના પર કરનાલ પોલીસે ગુરુવારે બસ્તરા ટોલ નજીકથી ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસને કારમાં મોટી માત્રામાં વિસ્ફોટક હોવાની માહિતી મળી હતી.

પોલીસને ચેકીંગ કરી રહી હતી ત્યારે બોરીઓમાં ભરેલા હથિયાર અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. એસપીએ સમગ્ર મામલાની પુષ્ટિ કરી છે. આતંકવાદીઓ ઈનોવા બસતાડા ટોલ પાર કરીને મધુબન પહોંચ્યા હતા. આ સમયે આરોપી કરનાલ પોલીસના હાથે ઝડપાઈ ગયો. હાલ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ આરોપીઓ પંજાબના છે અને 20 થી 22 વર્ષની ઉમરના છે. તમામ નાંદેડ જઈ રહ્યા હતા.

joi e che

કરનાલના એસપી ગંગારામ પુનિયાએ જણાવ્યું હતું કે વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે, પોલીસે ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. જેમાંથી ત્રણ ફિરોઝપુર અને એક લુધિયાણાનો છે. આરોપીઓની ઓળખ ગુરપ્રીત, અમનદીપ, પરમિંદર અને ભૂપિન્દર તરીકે થઈ છે. તેણે કહ્યું કે આરોપીઓ પાકિસ્તાનમાં બેઠેલા એક વ્યક્તિના સંપર્કમાં હતા. જેણે તેમને અદિલાબાદ, તેલંગાણામાં હથિયારો અને દારૂગોળોઆપવાનું કહ્યું હતું. આરોપી ગુરપ્રીતને ફિરોઝપુર જિલ્લામાં ડ્રોન દ્વારા સરહદ પારથી મોકલવામાં આવેલ વિસ્ફોટક મળ્યા હતા. અગાઉ તેઓએ નાંદેડમાં વિસ્ફોટકો ફેંક્યા હતા. આ મામલે FIR નોંધવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments