Homeગુર્જર નગરીમોડાસામાં જાહેરમાં યુવક અને યુવતી ઝઘડ્યા, યુવકનો આક્રોશ, ‘આ દિવસ જોવા લગ્ન...

મોડાસામાં જાહેરમાં યુવક અને યુવતી ઝઘડ્યા, યુવકનો આક્રોશ, ‘આ દિવસ જોવા લગ્ન કર્યા…’

Team Chabuk-Gujarat Desk: કેટલીક વખત ઘરનાં ઝઘડા ઘર સુધી સિમિત ન રહેતા ગામને પાદરે જઈ ગાંગરે છે. હવે તો સોશિયલ મીડિયાના કારણે પૃથ્વીનાં આ ખૂણેથી એ ખૂણે પહોંચી જાય છે. એમાંય જ્યારે ઝઘડો મીયાં બીબીનો હોય તો તો પછી શું કહેવું. આ ઘટના છે મોડાસાની. જેનો એક વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવક અને યુવતી હિન્દીમાં ઝઘડી રહ્યા છે. જેથી આ ફક્ત ગુજરાત પૂરતી વાત નથી રહી.

મોડાસા ચાર રસ્તા પર યુવક અને યુવતી ઝઘડી પડ્યા હતા. ઝઘડાનું કારણ હતું એક અન્ય યુવક જે સ્કૂટી લઈ યુવતીને મળવા માટે આવ્યો હતો. ઉગ્ર બોલાચાલી બાદ યુવકનો અવાજ ઉંચો થઈ જતાં આસાપાસના લોકોનું ધ્યાન પણ આ યુવક-યુવતી તરફ ખેંચાયું હતું. જે પણ રસ્તામાંથી નીકળતા તે આ પરપ્રાંતિય યુવક-યુવતીને જોઈ અટકી જતાં હતાં અને ઝઘડાનો મફતમાં આનંદ માણતા હતા. કોઈએ તો વીડિયો પણ ઉતારી લીધો હતો જેમાં બેઉંના ઉગ્ર હાવભાવ કેચ થઈ ગયા હતા.

યુવક આવેશમાં આવી યુવતીને હિન્દીમાં એવું સંભળાવી રહ્યો હતો કે, ‘તારી સાથે લગ્ન કર્યા તોપણ આ જ દિવસ જોવાના હતા મારે.’ બોલાયેલા આ શબ્દો એ વાતની સાબિતી આપતા હતા કે યુવક અને યુવતી બેઉં પરણીત છે.

લોકોએ જણાવ્યું હતું કે આ યુવક યુવતી મોટેલમાં રોકાયા હતા અને નશામાં હતા. કહેવાય છે ને કે તમાશાને તેડું ન હોય. રસ્તામાં આ બંને યુવક અને યુવતી એકબીજાની સામ સામે આવી ગયા. યુવક આક્ષેપ લગાવી રહ્યો હતો કે તેને મળવા માટે કોઈ યુવક આવ્યો હતો જ્યારે યુવતી આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ખૂદનો બચાવ કરી રહી હતી.

આ આખી વાત સાચી છે કે ખોટી તેનું પ્રમાણ લેવા માટે યુવક દુકાનદાર પાસે પહોંચ્યો હતો. જોકે દુકાનદાર આ બેઉંના ઝઘડામાં પડવા માગતો ન હોય તેણે મોઢે ખંભાતી તાળું મારી દીધું હતું. જે પછી યુવકે દુકાનદારની સાથે પણ બિભત્સ વર્તન કર્યું હતું.

પણ આખરે ઝઘડાનું સમાધાન આવ્યું. વીડિયોનાં અંતમાં દેખાયું કે યુવકે યુવતીને પ્રેમથી બાહોપાશમાં જકડી, જાણે કંઈ થયું જ ન હોય એમ મોટેલમાં ચાલ્યા ગયા હતા. હાલ તો આ બંને યુવક યુવતી કોણ છે તેની જ સમગ્ર મોડાસામાં ચર્ચા થઈ રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments