Team Chabuk-Gujarat Desk: બોટાદ જિલ્લાના સાળંગપુરમાં મૂકવામાં આવેલી કિંગ ઓફ સાળંગપુરની એટલે કે હનુમાનજી મહારાજની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચે મૂકવામાં આવેલા ભીંત ચીતો વિવાદમાં આવ્યા છે. મંદિરમાં પ્રતિમાની નીચે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે. જેમાં હનુમાનજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનના બાળસ્વરૂપ નિલકંઠવર્ણીને હાથ જોડીને પ્રણામ કરતા હોમ એમ દર્શાવવામાં આવ્યા છે. જેને લઈને હિન્દુ સંગઠનો આક્રમક બન્યા છે અને વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંગઠનો તથા સંત સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. આ સનાતન ધર્મનું અપમાન હોવાનું ગણાવીને આ ભીંતચિત્રો હટાવવાની માગણી કરી છે.
આ અંગે જાણીતા કથાકાર મોરારી બાપુએ કહ્યું કે, આજકાલ દુનિયામાં પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા લોકો કેવા કપટ કરે છે. અમારા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની આટલી સરસ મોટી મૂર્તિ છે અને તેની નીચે ચિત્રમાં હનુમાનજી તેમના કોઈ મહાપુરુષને પ્રણામ કરતા, સેવા કરતા દેખાય છે. હવે વિચારો, સમાજે જાગૃત થવાની જરૂર છે. લોકો કહે છે બાપુ તમે બોલો. હું બોલ્યો ત્યારે કોઈ મારી સાથે બોલ્યું ન હતું. હવે તમે બોલો.

સાળંગપુરમાં ભીંત ચિત્રોના વિવાદ પર કચ્છના કબરાઉના મોગલધામના બાપુએ પણ રોષ વ્યક્ત કરીને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, હનુમાનજીને ચરણ સ્પર્શ કરતા દેખાડીને સ્વામીનારાયણ સંપ્રદાયે મોટી ભૂલ કરી છે. તેમને પોતાની ભૂલ સ્વીકારવા સાથે માફી માંગવાની ચેતવણી આપી છે. આ તેમની મસમોટી ભૂલ છે તેમણે જે થુક્યું છે તે તેમણે જ ચાટવું પડશે. નહીં તો ચારણ સમાજ તેમને છોડશે નહીં. તમારી ઔકાત શું છે.’
સાળંગપુરમાં હનુમાનજી મંદિર ખાતે મુખ્ય પ્રવેશદ્વાર પછી 54 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે. આ પ્રતિમાની ફરતે વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોને ઉજાગર કરતી પ્રતિમાઓ કંડારાઈ છે. જેમાં હનુમાનજી દાદાને સ્વામિનારાયણના દાસ તરીકે દર્શાવવામાં આવ્યા છે. તથા હનુમાનજી સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કારની મુદ્રામાં ઊભેલા દર્શાવાયા છે. જેના ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ વિવાદ ઉઠ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
