Team Chabuk-Gujarat Desk: મોરબી જિલ્લાની મહેન્દ્રનગર શેરીમાં એક યુવક અપશબ્દો બોલતો હોય લોકોએ તેને અપશબ્દો બોલવાની ના પાડી હતી અને માર માર્યો હતો. યુવકે લોકોને હું મરી જાવ છું કહી ઘરે ચાલ્યો ગયો હતો. ઘરે જઈ તેણે અપમાનસહજ લાગતા અગ્નિસ્નાન કરી લીધું હતું. આત્મહત્યાની આ ઘટનાથી સમગ્ર વિસ્તાર ચોંકી ગયો હતો. અગ્નિસ્નાન કરી ચૂકેલા યુવકને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર બનાવની જાણકારી થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે સોમવારની રાત્રે સંજય શેરીમાં બેફામ ગાળો બોલતો હતો. શેરીના લોકોએ તેને ગાળો બોલવાની ના કહી હતી પણ તે અટક્યો નહોતો. જેથી લોકોએ તેની સાથે મારકૂટ કરતા તે ટોળા વચ્ચેથી ભાગી છૂટ્યો હતો. ભાગતા ભાગતા કહ્યું હતું કે હું મરી જઈશ.

જે પછી થોડી જ વારમાં તેણે ઘરમાં જઈ અગ્નિસ્નાન કરી લીધું અને સળગતી હાલતમાં ઘરની બહાર આવી પડી ગયો હતો. યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. અહીં તબીબોએ જણાવ્યું હતું કે યુવકની સ્થિતિ ગંભીર છે. જ્યારે પોલીસે આ ઘટનામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ મળતી માહિતી પ્રમાણે સંજય બે ભાઈમાં મોટો છે અને શાકભાજી વેચી ગુજરાન ચલાવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
